ઉમેદવારો, રાજકીય પક્ષો અને સંબંધિતોને જાહેરસભા, સરઘસ, લાઉડ સ્પીકર જેવી પરવાનગીઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહેશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 દરમિયાન ઉમેદવારો, રાજકીય પક્ષો અને સંબંધિતોને જાહેરસભા, રેલી, સરઘસ, વાહનના ઉપયોગ અને લાઉડ સ્પીકર જેવી પરવાનગીઓ સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ (એક બારી પધ્ધતિ) શરૂ કરવામાં આવી છે. રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોને અલગ અલગ કચેરીઓનો સંપર્ક ન કરવો પડે તે માટે જિલ્લા કક્ષાએ એક તેમજ દરેક વિધાનસભા મત વિસ્તારના મુખ્ય મથક ખાતે એક નોડલ ઓફિસરની નિમણૂક કરી સિંગલ વિન્ડો સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી તરીકે મામલતદાર-1 બી.એ.નાગરેચાની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત, 90-સોમનાથ માટે વેરાવળ મામલતદાર આરઝૂ ગજ્જર, 91-તાલાલા માટે તાલાલાના મામલતદાર બી.એચ.કુબાવત, 92-કોડિનાર માટે કોડિનારના મામલતદાર એન.જી.રાદડિયા, 93-ઉના માટે ઉનાના મામલતદાર શ્રી ડી.કે.ભિમાણી વિધાનસભા મત વિસ્તાર વાઇઝ નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાના નોડલ અધિકારીશ્રીઓના મદદનીશઓની પણ આ સાથે નિમણૂક કરવામાં આવી છે.