નવનાત વણિક સમાજની અનોખી પરંપરા: દર 45 દિવસે યોજાય છે પરિચય મેળો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
વણિક સમાજમાં મહાજન કહેવાતા વણિક સમાજમાં નવનાત સમાજ સંગઠનને 10-12-2023 રાજકોટ શ્રી જીરાવાલા પાર્શ્ર્વનાથ દાદા દેરાસરની દર્શન મંગલ આરતી દાદાના આશીર્વાદથી ગઈકાલ 15-1-2026 770 દિવસમાં સંગઠન 7 દેશ વિદેશમાં 6 રાજ્યોમાં ભારતના તથા ગુજરાતના 18 જિલ્લા અને 17 તાલુકા સંપૂર્ણ ફ્રીમાં સદસ્યતા ભાઈઓ બહેનો જોડાયેલ છે જે એકમાત્ર વણિક સમાજનું બહુમૂલ્ય સંગઠન છે સાથે ફાઉન્ડર પ્રમુખ પ્રશાંતભાઈ બીપીનભાઈ શાહ રહેવાસી ચોટીલા સાથે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ચોટીલાના મહામંત્રી અને ઓછામાં ઓછી દેશ વિદેશની 30થી વધુ સંગઠનમાં રાષ્ટ્રીય જવાબદારી નિભાવે છે તેમના દ્વારા જણાવતા મીડિયાના સહકાર અને આનંદ સાથે આગામી 15-2-2026 વણિક સમાજને અતિમુશ્કેલ મુંઝવતા પ્રશ્ર્ન દીકરી-દીકરાના વેવિશાળ જેમાં પ્રથમ ભાવનગર 28-12-2025 સફળ આયોજન બાદ દર 45 દિવસે એવા 6 અલગ અલગ શહેરમાં યુવા મેળા યોજાશે, જેમાં બીજો યુવા મેળો રાજકોટ મુકામે 15-2-2026ના રોજ થવા જઈ રહ્યો છે. જેમાં વણિકબંધુ બહોળી સંખ્યામાં જોડાય એવી નમ્ર અપીલ કરાઈ છે. એન.એન.વી.એસ. સંગઠન યુવા મેળા તથા મહત્ત્વના સંગઠનમાં આગામી માર્ચ 2026 સુધીમાં પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખ મહામંત્રી તથા ગુજરાતના 40 જિલ્લામાં પ્રમુખ મહામંત્રી તથા પ્રભારી જનરલ શાખા મહિલા શાખા યુવા શાખાની જવાબદારી આપવામાં આવશે જેની નામાવલીની જાહેરાત કરવામાં આવશે.
એન.એન.વી.એસ. સંગઠન આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા ચૂંટણીમાં વણિક સમાજના આશરે ગુજરાતભરમાં અલગ-અલગ તાલુકા જિલ્લામાં 120 કોર્પોરેટરો બનાવવા રાજકીય પક્ષ પાસે ઉમેદવારી કરવા માગણી સાથે જીતાડવા પ્રતિબંધ એન.એન.વી.એસ. સંગઠન રહેશે. નવનાત વણિક સમાજના હોદ્દેદારો નમ્રતાબેન શાહ, હિતેન્દ્ર દોશી, નયનભાઈ રાણપરા, વિપુલભાઈ શાહ સહિતનાઓએ ‘ખાસ-ખબર’ની મુલાકાત લઈ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી.



