આજે 21 જૂનના રોજ 11 મા વિશ્વ યોગ દિવસ નિમીત્તે જેલોના ડી.જી.પી. ડો.કે.એલ.એન.રાવસાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી સબ જેલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મોરબી દ્વારા અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર, બાબરીયા તેમજ જેલ સ્ટાફ, બંદીવાનો અને યોગ ગુરુ વિજયભાઈ, વાલજીભાઈની વિશેષ ઉપસ્થિતીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અધિકારી/કર્મચારી અને બંદીવાન બહેનો તેમજ બંંદીવાન ભાઈઓ સહીત સૌ કોઈએ ભાગ લઈ યોગ દિવસની ઉજવણી કરી હતી.
મોરબીની સબજેલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Follow US
Find US on Social Medias