ગીર સોમનાથમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023ના આયોજન અંગે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ઇણાજ ખાતે મીટીંગ યોજાઇ હતી. જેમાં જુદી જુદી સમિતિઓની રચના કરી કલેક્ટરએ વિવિધ મુદ્દે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ગીર સોમનાથમાં તા.11 જાન્યુઆરી 2023 રોજ સદભાવના મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થશે. પતંગ મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન થાય તે અંગે કલેક્ટર રાજદેવસિંહ ગોહીલે ક્ધવીનર અને સહક્ધવીનર અધિકારીશ્રીઓ સાથે સંવાદ કર્યો હતો અને આયોજન અંગે જરૂરી સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતાં.આ મિટિંગમાં પતંગમહોત્સવની ઉજવણી દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નિવાસ, આરોગ્ય, ટ્રાન્સપોર્ટ, સુરક્ષા સલામતી જેવા મુદ્દે વિવિધ પાસાઓ અંગે વિચારવિમર્શ કરી જુદી જુદી સમિતિઓની રચના કરી મહોત્સવ ભવ્ય, શાનદાર તેમજ સુવ્યવસ્થિત રીતે ઉજવાય તે અંગે કામગીરી કરવા અંગેના યોગ્ય અને જરૂરી સૂચનો કરવામાં આવ્યાં હતા.
ગિર સોમનાથમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
Follow US
Find US on Social Medias