ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા દ્વારા આગામી તા.6-3-2025 રવિવાર ના રોજ સનાતન હિન્દુ ધર્મ નાં આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ ના જન્મોત્સવ નિમિતે શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બપોરે 11 કલાક થી પ્રભુ શ્રી રામ નો પ્રાગટ્યોત્સવ, બપોરે 12 કલાકે મહાઆરતી ત્યારબાદ ફરાળ મહાપ્રસાદ નું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. શહેર ના દરેક રામભક્તો ને પધારવા, મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદ નો લાભ લેવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા ના અધ્યક્ષ સી.ડી.રામાવત, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ તથા શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણીએ નિમંત્રણ પાઠવેલ છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – મોરબી જિલ્લા દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે



