ભારે વિરોધ બાદ ઓથોરિટીનો ‘યુ-ટર્ન’
ત્રણ જ દિવસમાં એરપોર્ટ ઓથોરિટીએ પોતાનું નિવેદન બદલ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
ગત બુધવારે (10 જુલાઈ) રાજકોટના હીરાસર એરપોર્ટ પર માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ જ ઉડશે આ સમાચાર સામે આવ્યા બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વિવાદ ઉભો થયો હતો. વિપક્ષ દ્વારા આ મામલે અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા ત્યારે હવે રાજકોટ (હીરાસર) એરપોર્ટ પર ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય ફલાઇટ મળશે. ભારે વિવાદ થયા બાદ આખરે એરપોર્ટ ઓથોરિટીએ યુ-ટર્ન લીધો છે અને આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે.
રાજકોટ એરપોર્ટથી જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં સવાર થઈ વિદેશ જવાનું સૌરાષ્ટ્રવાસીઓનું સપનું ચકનાચૂર થયું હતું ત્યારે હવે એરપોર્ટ ઓથોરિટીની સત્તાવાર જાહેરાત બાદ આગામી ઓક્ટોબર માસથી જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફલાઈટ ઉડાન ભરશે. આ વિન્ટર શેડ્યુલમાં સૌરાષ્ટ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મળશે તેવી એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે બાદ સમગ્ર સૌરાષ્ટ્રની પ્રવાસી જનતામાં ખુશીની લહેર છવાઈ છે.
હીરાસર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરુ થવાથી પેસેન્જર્સના વિદેશ આવાગમનથી ટ્રાન્સપોર્ટેશન, હોટેલઅને ફૂડ વ્યવસાયને બુસ્ટર ડોઝ મળશે. ખજખઊ સહિતના ઉદ્યોગોને ફાયદો થશે અને વિદેશ વેપાર વધશે. સાથોસાથ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ફ્રીક્વન્સી વધશે અને સામાજિક, સાંસ્કૃતિક સમન્વય સાથે પર્યટનને વેગ મળશે.
- Advertisement -
આ એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત વર્ષે 27 જૂલાઈએ કરવામાં આવ્યું હતું. હજુ ઉદ્ઘાટનને એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યાં લોકોની આશા ધૂળધાણી થઈ જવા પામી છે. આ એરપોર્ટને ઈન્ટરનેશનલ નામ અપાયા બાદ અહીંથી દુબઈ, બેંગકોક, થાઈલેન્ડ સહિતના દેશોની ફ્લાઈટ સૌથી પહેલાં શરૂ થશે અને આ ફ્લાઈટ કાયમી ટર્મિનલ તૈયાર થઈ ગયા બાદ મળવા લાગશે તેવી મસમોટી જાહેરાત એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા કરી દેવામાં આવી હતી. જો કે હવે આ બધું કાગળ ઉપર જ રહેશે કેમ કે જે ટર્મિનલ તૈયાર થઈ રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે સૌથી જરૂરી એવી કસ્ટમ્સ, ઈમિગ્રેશન સહિતના સુવિધાથી સજ્જ થઈ શકે તેમ ન હોવાનું ખુદ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહ સ્વીકારી ચૂક્યા છે.