જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે નોર્થ ઇસ્ટના 11 લોકો પકડ્યા
નાગાલેન્ડ – મણિપુરની પાંચ યુવતી સહિત 11 ઝબ્બે: એપના માધ્યમથી વિદેશી લોકોને લૂંટાતા હતા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના સૌ પ્રથમવાર ઇન્ટર નેશનલ કોલ સેન્ટર ઝડપી પાડવામાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે શહેરના લક્ષ્મી નગર વિસ્તાર પાસે આવેલ કિશાન પ્લેટીનિયમ ફ્લેટ ના છઠ્ઠા માળે કોલ સેન્ટર ચાલી રહ્યું હતું જેમાં નોર્થ ઇસ્ટના નાગાલેન્ડ અને મણિપુરના યુવક યુવતીઓ દ્વારા કોલ સેન્ટર ચાલી રહ્યું હતું જેમાં પાંચ યુવતી સહીત કુલ 11 લોકોને ઝડપી લેવામાં સફળતા મળી છે. જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાની સૂચના થી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે.જે. પટેલ અને પીએસઆઇ જે.જે.ગઢવી સહીત ક્રાઇમ બ્રાન્ચના સ્ટેફને મળેલ હકીકતન આધારે શહેરના લક્ષ્મી નગર વિસ્તાર પાસે આવેલ કિશાન પ્લેટીનિયમ ફ્લેટ ના છઠ્ઠા માળે રેઇડ કરી હતી જેમાં કુલ 11 યુવક યુવતીઓ ઝડપાયા હતા જે તમામ રહેવાસી નાગાલેન્ડ અને મણિપુરના હોવાનું સામે આવ્યું છે તેની પાસેથી કોલ સેન્ટરમાં ઉપયોગ લેવામાં આવતી તમામ ચીજ વસ્તુઓ મળી આવી છે.
- Advertisement -
ઇન્ટરનેશનલ કોલ સેન્ટર એમેઝોન અને પે-પલ સાઈડના માધ્યમથી અમેરિકા સહિતના વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરીને નાણાં ખંખેરવામાં આવતા હતા જયારે ઇન્ટર નેશનલ કોલ સેન્ટર જૂનાગઢ જેવડા નાના શહેરમાં ચાલતું હોવાની કોઈને ભનક પણ ના હોય ત્યારે ક્રાઇમ બ્રાન્ચને આ બાબત ની જાણ થતા ગત રાત્રીના સમયે રેઇડ કરવામાં આવી હતી જેમાં કોલ સેન્ટરનું મસ મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું.
આ કોલ સેન્ટર કોના દ્વારા અને હજુ કોણ કોણ સામેલ? તપાસનો ધમધમાટ
જૂનાગઢ એક નાનું શહેર છે જેમાં ઇન્ટર નેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું હોય તે લોકોને ગળે ઉતરે નહિ ત્યારે આ કોલ સેન્ટર કોના મારફત ચાલી રહ્યું હતું અને હજુ એમાં કોણ કોણ માથા સામેલ છે તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વધુ તપાસ ચાલુ કરી છે ઝડપાયેલ યુવક યુવતીઓ મેગા સીટી છોડીને જૂનાગઢ શહેર કોલ સેન્ટર કેવી રીતે પસંદ કર્યું તે પણ ચર્ચાનો વિષય છે.