વૈશ્ર્વિક મંદીની અસર ભારતને થશે: સરકારને ફૂગાવાની ચિંતા
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્ર્વભરમાં હવે આગામી સમયમાં આર્થિક મંદી શરૂ થશે તેવો અંદાજ સાથે વૈશ્વીક ફાયનાન્સીયલ રેટીંગ એજન્સી નોમુરાએ 2023ના વર્ષ માટે ભારતનો વિકાસદર લક્ષ્યાંક ઘટાડીને 5.4% વાળી 4.7% કર્યા છે. નોમુરાએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ઉંચો ફુગાવો રીઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં કરવામાં આવી રહેલા વધારા તથા લીકવીડીટી ઘટાડવા સહિતના જે પગલા લેવામાં આવી રહ્યા છે. તેના કારણે ભારતના વિકાસ દર પર અસર થશે અને વૈશ્વીક અર્થતંત્રની સાથે ભારતનું અર્થતંત્ર પણ ધીમુ પડશે. અર્થતંત્રમાં કોરોના કાળ પુર્વેના સમયમાં જવા માટે હાલ તૈયાર છે પણ ખાસ કરીને ફુગાવાની સ્થિતિ ચિંતાજનક છે અને ગઈકાલે જ જાહેર થયેલા છૂટક ફુગાવો સતત 7% ઉપર રહ્યો છે અને હજુ ખરીફ પાકની નવી મૌસમ સુધી ભાવ સપાટીમાં ઘટાડાનો કોઈ સંકેત નથી.