98 જેટલા પોલીસની જિલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં 98 પોલીસ કર્મચારીઓની આંતરી બદલી કરવામાં આવી છે.
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લાના પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જિલ્લાના 98 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરી છે. જેમાં બદલી થયેલ પોલીસ કર્મચારીઓમાં પ્રભાસ પાટણના 9, વેરાવળના 15, ઉનાના 18, નવાબંદરના 13, સુત્રાપાડાના 6, ગીરગઢડાના 5, તાલાળાના 6 સોમનાથ મંદિર સુરક્ષાના 1, સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના 7, કોડીનારના 14 અને પોલીસ હેડ પાટણના 4 પોલીસ કર્મીઓની જિલ્લામાં બદલી કરવામાં આવી છે.