ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં વિધાનસભા ચૂંટણી બાદથી બદલીના આદેશ પર બ્રેક લાગી ગઈ હતી. લાંબા સમયથી મોરબી જીલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ દ્વારા સ્વખર્ચે બદલી માટે અરજી કરવામાં આવી હતી જો કે આ બદલી થઈ ન હતી ત્યારે લાંબા સમયથી બદલીની રાહ જોતા આ પોલીસકર્મીઓની બદલીના ઓર્ડરને જીલ્લા પોલીસ વડાએ મંજૂરીની મહોર મારી દીધી હતી અને 30 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં આંતરીક બદલી પામેલા પોલીસ કર્મચારીઓમાં 11 પોલીસ કોન્સ્ટેબલ, 8 હેડ કોન્સ્ટેબલ, એક એએસઆઇ, એક એલઆરડી જવાન, 4 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 2 મહિલા હેડ કોન્સ્ટેબલ, એક મહિલા એએસઆઈ, એક મહિલા એલઆરડીનો સમાવેશ થાય છે જેમાં પોલીસ મથક મુજબ જોઈએ તો, માળીયા મિંયાણા પોલીસ મથકના 6 પોલીસકર્મી, પોલીસ હેડ ક્વાર્ટરના 6 પોલીસકર્મી, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના 4 પોલીસકર્મી, વાંકાનેર સિટીના 5 પોલીસકર્મી, ક્યુઆરટી વિભાગના 1, એસસીએસટી વિભાગના 1, વાંકાનેર તાલુકાના 2, એમટી વિભાગના 2, હળવદ પોલીસ મથકના 2 અને ટંકારાના 1 પોલીસકર્મીની મોરબી જિલ્લામાં આંતરીક બદલી કરવામાં આવી હતી.
મોરબી જિલ્લાનાં 30 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી
