આજકાલ ઘણાં લોકો ઈન્ટરમિટન્ટ ફાસ્ટનાં રસ્તે ચડી ગયા છે. ઘણા બધા સેલિબ્રિટીઝ ફિટ રહેવા માટે ઈન્ટરમિટન્ટ ફાસ્ટીંગનો સહારો લેતા હોય છે. હમણાં જ કોમેડી ક્વિન ભારતી સિંહે પોતાના વેઈટ લોસની વાત કરતા એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે પોતાના એપિક વેઈટ લોસનું સિક્રેટ શેર કર્યું, જેમાં તેમણે કહ્યુ કે તેઓેએ એક વસ્તુને સ્ટ્રિક્ટલી ફોલો કરી અને એ છે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. તો ચલો જાણીએ કે શું હોય છે આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને શું છે આ ફાસ્ટ કરવાની સાચી રીત.
- પહેલા તો એ જાણી લઈએ કે આ ફાસ્ટ ખરેખર શું છે?
ઇન્ટરમિટન્ટ ફાસ્ટીંગ નામથી જ સ્પષ્ટ છે કે ઇન્ટરમિટન્ટ એટલે કટકે કટકે..દિવસના કેટલાક ભાગ દરમિયાન જ ભોજન લેવાનું હોય છે અને બાકીના સમય દરમિયાન ભોજન નથી લઈ શકાતુ.. અત્યારે હાલ આ ફાસ્ટ ઘણો ટ્રેન્ડમાં છે. પરંતુ આપણા સાધુ મુનિઓ પુરાતન કાળમાં આ પધ્ધતિથી જ ભોજન ગ્રહણ કરતા હતા.. સુર્યાસ્ત બાદ તેઓ ભોજન લેવાનું ટાળતા હતા.. તેની પાછળનો તર્ક પણ ઘણો વ્યાજબી અને સ્વાસ્થ્યવર્ધક હતો.. સુર્યાસ્ત પછી વ્યકિતની પાચનક્રિયા મંદ પડી જતી હોય છે. જેથી તેઓ આ પધ્ધતિથી જ ભોજન ગ્રહણ કરતા..

- Advertisement -
ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગને સમજાવતાં જાણિતા આયુર્વેદ કન્સલટન્ટ રિતુ ભારદ્વાજ કહે છે કે,પહેલાના સમયમાં માણસ પોતે મહેનત કરતો , પોતાનું ભોજન મેળવવા માટે , બનાવવા માટે . પણ આજકાલ આપણે બેઠાડું જીવન જીવી રહ્યા છીએ,આપણા ખાનપાનમાં મોટાભાગે જંકફુડ અને ફાસ્ટફુડ્સે કબ્જો જમાવી લીધો છે.. પાચનશકિત પર ખરાબ અસર થઈ રહી છે. અને એટલે જ ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો કોન્સેપ્ટ ઝડપથી લોકોમાં હિટ થઈ રહ્યો છે.. ન માત્ર આટલું જ પણ જો તેને સ્ટ્રિક્ટલી ફોલો કરવામાં આવે તો આ ફાસ્ટિંગ સ્ટાઈલથી લોકોને કેન્સર જેવી બિમારીઓમાંથી પણ મુકિત મળી હોવાના તારણ સામે આવ્યા છે.. સાથે જ જાણકારોનું એમ પણ માનવું છે કે ડાયાબીટિસને મહદઅઁશે કાબુમાં લેવામાં પણ આ રીત ખુબ જ કારગર સાબિત થઇ છે.
ઈન્ટરમિટન્ટ ફાસ્ટમાં તમારે તમારા બે ભોજનની વચ્ચે 12 કલાક, 14 કલાક અથવા તો 16 કલાકનો અંતરાલ રાખવાનો હોય છે..16 કલાકના ફાસ્ટને બેસ્ટ માનવામાં આવે છે.. તમને થશે કે આટલા લાંબા સમય સુધી ભુખ્યા રહેવું તો ખુબ જ અઘરું છે.. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરુર નથી.. તમારે જે સમયે અંતરાલ રાખવાનો છે તે રાતનો છે , જેથી તમારો મોટા ભાગનો સમય સુવામાં જ પસાર થઈ જશે .. હવે તમને થશે કે આ કઈ રીતે ..?

- Advertisement -
તો એ પણ આપને સમજાવી દઈએ , જો તમે તમારુ રાતનુ જમવાનુ 7 વાગ્યે લીધુ છે તો તમે બીજા દિવસે સવારના નાસ્તા અથવા લંચ માટે 11 વાગ્યા સુધીની રાહ જોશો… છે ને એકદમ સરળ?
હવે આને તમારા માટે વધુ સરળ બનાવી દઈએ… તમે જ્યારે આ ફાસ્ટ કરો છો ત્યારે તમારે સંપુર્ણ ભુખ્યા નથી રહેવાનું. તમે આ સમયગાળા દરમિયાન શાકભાજીનો જ્યુસ , ગ્રીન ટી વગેરે ચોક્કસથી લઈ શકો છો.પણ એ વાત યાદ રહે કે આ સમયમાં તમારે ફ્રુટ , ફ્રુટ જ્યુસ , ચા કે કોફી બિલકુલ નથી લેવાના…
- ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગના ફાયદા
- શરીરનું સંપુર્ણ ડિટોક્સિફીકેશન એટલે કે શરીરની અંદર રહેલા ઝેરી તત્વોનો સંપુર્ણ નાશ કરીને શરીરને અંદરથી શુધ્ધ કરે છે.
- મેદસ્વીપણામાંથી મુકિત
- કેન્સરના સેલ્સનો નાશ
- આંતરડાઓની સફાઈ
- મજબુત પાચનશક્તિ
- મેટાબોલિઝમમાં વધારો
- સુગર કંટ્રોલ
- કોણ ન કરી શકે આ ફાસ્ટિંગ
જે લોકોને હાઈપર એસિડિટી હોય , શારિરિક નબળાઈ ધરાવતા લોકો, આંતરડાને લગતા બિમારી ધરાવતા લોકો , અલ્સરથી પીડાતા લોકો, 18 વર્ષથી નીચેના બાળકો, ગર્ભવતી મહિલાઓએ આ ફાસ્ટિંગ ન કરવું જોઈએ. જો કે રિતુનું માનીએ તો આ ફાસ્ટિંગનો મેક્સિમમ ફાયદો ત્યારે જ મળે , જો તેની સાથે સાથે બેલેન્સ્ડ ડાયટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલને પણ અપનાવવામાં આવે.



