અમૃતકાળને ર્ક્તવ્યકાળ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતું બજેટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સિતારામન અને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવતા ઉદય કાનગડ
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા 68-રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજુ કરેલ વચગાળાના કેન્દ્રીય બજેટ ર0ર4-રપને આવકારી કેન્દ્રની ભાજપ સરકારને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે વચગાળાનું કેન્દ્રીય બજેટ કરોડો દેશવાસીઓની આશા અને આકાંક્ષ્ાાઓની પરીપૂર્તિ કરનારૂ નિવડશે. સમાજના દરેક વર્ગના લોકોની જરૂરીયાતોનો ખ્યાલ રાખનારૂ સર્વસમાવેશક અને સર્વસ્પર્શી બજેટ પ્રધાનમંત્રીના વિકસિત ભારત-ર047ના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને વધુ વેગ અને ઉર્જા આપનારૂં છે. છેલ્લા દસ વર્ષોમાં ભારતીય અર્થતંત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. દેશવાસીઓ આશા અને આશાવાદ સાથે ભવિષ્યને નિહાળી રહ્યા છે. આ બજેટથી આત્મનિર્ભર અને સશક્ત નારીશક્તિ અભિયાનને વેગ મળશે. કેન્દ્રની ભાજપ સરકારએ દરેક ઘરને વીજળી, ગેસ, નાણાકીય સેવાઓ અને જનજનને બેેંકિગ સુવિધાઓ સાથે જોડવાનું કામ ર્ક્યુ છે. ખાદ્ય અન્નની ચિંતા દૂર કરીને 80 કરોડથી વધુ લોકોને વિનામૂલ્યે અનાજ પુરૂ પાડવામાં આવ્યું છે. મૂળભૂત રીતે જરૂરિયાતો પૂરી કરવામાં આવી છે જેને કારણે ગ્રામ્ય વિસ્તારોની આવક વધી છે. 11.8 કરોડ ખેડૂતોને પી.એમ઼. ક્સિાન સન્માન નિધિ યોજનાનો લાભ મળ્યો છે. 4 કરોડથી વધુ ખેડૂતોએ ફસલ વીમા યોજનાનો લાભ લીધો છે ત્યારે આ વચગાળાના બજેટમાં આયુષ્યમાન ભારત યોજનામાં આશા વર્કર, આંગણવાડી વર્કસ અને હેલ્પર્સને પણ સમાવવામાં આવશે. મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત 9થી 14 વર્ષની દીકરીઓનું વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે. મધ્યમ વર્ગ માટે આવાસ યોજના શરૂ કરાશે જે અંતર્ગત આગામી પ વર્ષમાં બે કરોડ આવાસોનું નિર્માણ કરવામાં આવશે.
આ કેન્દ્રીય બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભસમાન યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતો પર આધારિત છે. દેશના નિર્માણનું આ બજેટ છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડ કલાસ ઈન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણનો નવો યુગ શરૂ થયો છે. ત્યારે આ ક્ષ્ોત્રમાં નાણાકીય ફાળવણી વધારીને રૂા. 11.11 લાખ કરોડ કરવાથી આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણમાં તેજી આવશે. ત્યારે અમૃતકાળને ર્ક્તવ્યકાળ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતું બજેટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામન અને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવતા અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું.