-વિદેશ મંત્રાલય ચોંકયું
દેશના ઉતરપુર્વના નાનકડા રાજય મણીપુરમાં સર્જાયેલી વંશિય હિંસક અથડામણ તથા હવે પાડોશી મિઝોરામમાં પણ તેના પડઘા પડતા સ્થિતિમાં તનાવ વધ્યો છે તે સમયે અમેરિકાએ મણીપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને તેની પરેડ કરાવવા તથા બાદમાં ગેંગરેપની ઘટના પર પ્રતિભાવ આપતા આ પ્રકારની ઘટનાઓ તથા તેના વાયરલ થતા વિડીયો પર ચિંતા વ્યક્ત કરી હતી.
- Advertisement -
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવકતા મારફત એક નિવેદન જાહેર કરીને મણીપુરની ઘટનાને અત્યંત ક્રુર તથા ભયાનક ગણાવી હતી અને કહ્યું કે પીડિતો પ્રત્યે અમેરિકાની સહાનુભૂતિ છે.
અમેરિકા મણીપુરમાં શાંતિપૂર્ણ અને તમામને સાથે રાખીને સમાધાનની સ્થિતિ બનાવાય તેની તરફેણમાં છે તથા તમામ સમુદાયની તેમના ઘરોની, તેમના ધાર્મિક-પૂજા સ્થળોની સુરક્ષાની પણ માંગ કરતા અમેરિકાએ મણીપુરમાં માનવીય જરૂરિયાતો જળવાય તે જોવા પણ ભારતને સલાહ આપી હતી. હાલમાંજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ મણીપુરની ઘટના પર ખૂબજ આક્રોશ વ્યક્ત કર્યો હતો તથા દોષિતોને છોડશે નહી તેની પણ ખાતરી આપી હતી.