- પ્રિયંકા ચોપડાના જીવનથી મળી છે પ્રેરણા
મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ પોતાના નામે કરનારી સિની શેટ્ટી અત્યારે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઇ છે. એવામાં દરેક માણસ જાણવા માંગે છે કે તેની સફળતા પાછળ કોનો હાથ છે.
સિનીની સફળ કારકિર્દી પાછળ કોનો હાથ છે?
- Advertisement -
મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીતનારી સિની શેટ્ટીએ આશરે 21 વર્ષની ઉંમરમાં જે સફળતા પ્રાપ્ત કરી જે દરેક માણસ માટે સપનુ હોય છે. ડાન્સની શોખીન સિની શેટ્ટી અત્યારે આખા દેશના દિલની ધડકન રહી છે. અત્યારે આખો દેશ આ જાણવા માટે આતુર છે કે આખરે સિની કોણ છે અને તે ક્યાથી સંબંધ રાખે છે અને તેના જીવનની ખાસ વાતો અને તેમનો શોખ શું છે. તો આવો જાણીએ કે હકીકતમાં તેમનુ જીવન કેવુ છે અને તેમની પ્રિય સેલિબ્રિટી કઈ છે? આ ઉપરાંત સિનીની સફળ કારકિર્દી પાછળ કોનો હાથ છે?
View this post on Instagram- Advertisement -
સિની શેટ્ટીએ પોતાના નામે મિસ ઈન્ડિયાનો ખિતાબ કર્યો
3 જુલાઈએ આયોજીત મિસ ઈન્ડિયા 2022 ઈવેન્ટમાં 31 ફાઈનલિસ્ટને હરાવીને સિની શેટ્ટીએ પોતાના નામે મિસ ઈન્ડિયાનો ખિતાબ કર્યો છે. રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનરઅપ બની તો બીજી તરફ ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ સેકન્ડ રનરઅપ રહી. પરંતુ આ બંનેથી આગળ મિસ ઈન્ડિયાના ગ્રાન્ડ ફિનાલેમાં સિનીએ પોતાનુ નામ ઈતિહાસમાં નોંધાવી દીધુ છે.
View this post on Instagram
પ્રિયંકા ચોપડાથી પ્રેરિત થઇ છે સિની
હવે વાત પ્રિય કલાકારોની આવે છે તો સિની શેટ્ટી પણ ખૂબ સામાન્ય છે. તમામ લોકોની જેમ સિની પણ બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનને ખૂબ પસંદ કરે છે. પોતાની સફળ કારકિર્દીની પાછળ તે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને શ્રેય આપે છે. સિની પ્રિયંકા ચોપડાને પોતાનો આઈડલ માને છે. રિપોર્ટસ મુજબ સિની તેની કારકિર્દીને લઇને પ્રિયંકા ચોપડાથી ખૂબ પ્રેરિત થઇ છે.