-વયમર્યાદા નકકી કરવાની તરફેણ
અમેરિકાના લોકો આ વખતે કોઈ એક મુદે સંમત થયા છે. તેમના જણાવ્યા અનુસાર અસરકારક પ્રેસિડેન્ટ તરીકેને બીજી મુદત માટે જો બાઈડેન બહુ વૃદ્ધ છે. તેમનાથી થોડા નાના ડોનાલ્ડ ટ્રમ્પ માટે અમેરિકન્સને ઉંમરની સમસ્યા નથી, પણ તેમને ટ્રમ્પ સાથે અન્ય ઘણી મુશ્કેલી છે.
- Advertisement -
ધ એસોસિએટે પ્રેસ- એનઓઆરસી સેન્ટરના ‘પબ્લીક અફેર્સ રિસર્ચ’ના નવા પોલ અનુસાર લોકો માને છે કે, પ્રેસીડેન્ટ બાઈડેન તેમની ઉંમરને બદલી શકવાના નથી. કામના સ્થળે વય અંગેના ભેદભાવ પર પ્રતિબંધ છે પણ પ્રેસીડેન્ટ બાઈડેનના જ કર્મચારીઓ આ મુદે વાત કરતા ખચકાતા નથી. પોલમાં 77 ટકા લોકોએ જણાવ્યું હતું કે, ‘બાઈડેન વધુ ચાર વર્ષ સુધી અસરકારક પ્રેસીડેન્ટ બનવા માટે બહુ વૃદ્ધ જણાય છે. માત્ર 89 ટકા રિપબ્લીકન્સ નહીં, 69 ટકા ડેમોક્રેટસ પણ આવું માને છે.
માત્ર યુવાનો જ નહીં, તમામ વયજૂથના લોકો 2024માં યોજાનારી પ્રેસીડેન્ટ પદની ચુંટણી માટે આવું માને છે.’ એથી ઉલટું, અમેરિકાના માત્ર 50 ટકા પુખ્ત વયના લોકો માને છે કે, ટ્રમ્પ પ્રેસીડેન્ટના પદ માટે બહુ વૃદ્ધ છે. સરવેમાં જણાવ્યા અનુસાર રિપબ્લીકન્સની તુલનામાં ડેમોક્રેટીક પક્ષના લોકો જ ઉંમરના મુદે ટ્રમ્પને ગેરલાયક ઠેરવે તેવી શકયતા છે.
સરવે પરથી એક બાબત સ્પષ્ટ બની છે કે અમેરિકાના લોકો પ્રેસીડેન્ટ, કોંગ્રેસ અને સુપ્રીમ કોર્ટમાં નિમણુંક માટે વયમર્યાદા નિર્ધારિત કરવાની તરફેણમાં છે. અમેરિકાના બે તૃતિયાંશ પુખ્ત વયના લોકોએ પ્રેસીડેન્ટ અને કોંગ્રેસના ઉમેદવારો માટે વયની ટોચમર્યાદા નિર્ધારિત કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. 67 ટકા લોકો સુપ્રીમ કોર્ટના જજની નિવૃતિ માટે નિશ્ર્ચિત વયમર્યાદા હોવાની તરફેણમાં છે.જયારે 68 ટકા લોકોએ હાઉસ અને સેનેટના ઉમેદવારો માટે ઉંમરની ટોચમર્યાદા નિશ્ર્ચિત કરવાના વિચારને ટેકો આપ્યો છે.
- Advertisement -
સરવેની વિગત અનુસાર તમામ રાજકીય પક્ષોના લોકો નવા અને યુવા ચહેરાને સ્વીકારવા ખુલ્લું મન ધરાવે છે. વર્જિનિયામાં 28 વર્ષના કમ્યુનિકેશન કન્સલ્ટન્ટ નોઆ બર્ડને જણાવ્યું હતું કે, તે ઈચ્છે છે કે, પ્રેસિડેન્ટના ઉમેદવારો તેની પેઢીની નજીકના વયજૂથના હોવા જોઈએ. બર્ડને જણાવ્યું હતું કે, ‘બધાં બહુ વૃદ્ધ છે. તેમના મૂલ્યો તેમજ દેશ અને વિશ્ર્વ માટેની સમજ બહુ ચોકકસ રહી નથી.’
ભૂતકાળમાં અને કદાચ ભવિષ્યમાં પણ ટ્રમ્પને મત આપનારા 62 વર્ષના ગ્રેગ પેકે જણાવ્યું હતું કે, ‘બાઈડેનને જોઈ અને સાંભળીને લાગે છે કે તે પહેલાં હતા એવા હવે રહ્યા નથી.’ તેમણે ટ્રમ્પ અંગે જણાવ્યું હતું કે, ‘તે અત્યારે ચતુર જણાય છે પણ કાર્યકાળ પુરી થતી વખતે તેમની સ્થિતિ શું હોય તેના વિશે પણ કોણ કહી શકે? હું કોઈ યુવા ઉમેદવાર માટે તૈયાર છું.