તમામ ફેકટર વ્યાજદર ઘટાડા માટે ફેવરીટ પણ ચોમાસું કેવું જશે તે હજુ અનિશ્ર્ચિત
ખાસ-ખબર સંવાદદાતા
બેન્કના ધિરાણ લેનાર માટે હવે અચ્છે દિન આવી રહ્યા છે. લગભગ 1 વર્ષથી વધુ સમય વ્યાજદરમાં સતત વધારા બાદ હવે રીઝર્વ બેન્ક તેની જૂન માસની ધિરાણ નીતિ સમીક્ષા બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.
- Advertisement -
ખાસ કરીને બેન્કોના વ્યાજદર વધારાથી તમામ ધિરાણ મોંઘા તો થયા જ છે. સાથોસાથ બેન્કોને તેના થાપણોના દરો વધારવાની પણ જરૂર પડી છે અને તેના કારણે બેન્કોને તેના ઓપરેટીંગ માર્જીન પર અસર પડે તેવી ધારણા છે તથા ખાસ કરીને રૂા.2000ની નોટબંધીથી બેન્કોમાં આ નોટોના સ્વરૂપમાં જંગી નાણા ઠલવાશે જેમાં મોટી રકમ ફિકસ
જેના પર બેન્કોએ ઉંચો વ્યાજદર ચૂકવવો પડશે અને તે પણ લાંબાગાળા માટે આ થાપણો મુકાય તો બેન્કોના માર્જીન પર અસર થઈ શકે છે. રૂા.2000ની નોટો પાછી ખેચવાથી બેન્કોમાં લીકવીડીટી પણ વધશે પણ બજારોમાં નાણું ખેચાતા અહી રોકડ નાણાની તંગી સર્જાઈ શકે છે તેવી શકયતા નહીવત છે તેવું નોટબંધીના સપ્તાહમાં જે રીતે સ્થિતિ બની છે તેનાથી નિશ્ર્ચિત થાય છે. જો કે રિઝર્વ બેન્કની સૌથી મોટી ચિંતા નેરૂત્યનું ચોમાસુ રહેશે જેના માટે હજુ સાવચેતીભરી આગાહી થઈ છે.અલનીનોની આશંકા ખુદ રીઝર્વ બેન્કના ગવર્નર શશીકાંતા દાસ જ વ્યક્ત કરી ચૂકયા છે.
અમેરિકામાં ડેટ- કટોકટી રહી છે જેનાથી હવે ફુગાવાની સ્થિતિ પર અમેરિકી ફેડની નજર છે. હવે રીઝર્વ બેન્ક તેના નિર્ણયમાં વધુ બે માસ રાહ જોઈ પણ શકે છે.ઓગષ્ટ સુધીમાં ચોમાસાનું ચિત્ર મોટાભાગે સ્પષ્ટ થઈ ગયું હશે અને રીઝર્વ બેન્કને નિર્ણય લેવામાં પણ સરળતા રહેશે. રીઝર્વ બેન્ક માટે સારી પરીસ્થિતિ ટેક્ષ આવક વધી રહી છે તે પણ છે જેથી બજાર અત્યાર સુધીના વધારા ‘પચાવી’ ગયું છે. ઉપરાંત ક્રુડતેલના ભાવ પણ લગભગ સ્થિર છે. જીડીપી પણ 6% કે તેથી વધુ રહેવાની ધારણા છે અને આર્થિક મોરચે પણ સારુ પ્રદર્શન થશે તેવી આશા છે.
- Advertisement -
સ્ટેટ બેન્કમાં રૂા.17000 કરોડની રૂા.2000ની નોટો જમા
દેશમાં રૂા.2000ની પરત ખેચાયેલી ચલણી નોટો તા.23 મેની જાહેરાતની એકસચેંજ અને ખાતામાં જમા કરાવવાની સુવિધા અપાયા બાદ દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં દેશભરની તેની શાખાઓમાં રૂા.14000 કરોડની રૂા.2000ની નોટો જમા થઈ છે અને રૂા.3000 કરોડની નોટો એકસચેંજ થઈ છે.સ્ટેટ બેંકના ચેરમેન દિનેશ બારાએ આ માહિતી આપતા જણાવ્યું કે અમારી બેન્કની તમામ શાખાઓમાં આ પ્રકારે એકસચેંજની સુવિધા છે અને અમારા ગ્રાહકો પણ તેમના ખાતામાં રૂા.2000ની નોટો જમા કરાવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે રૂા.2000ની ચલણી નોટો હજુ કાનુની રીતે માન્ય ચલણ છે જ તેથી તે બજારમાં પણ ચાલી શકે છે અને બેન્કોમાં પણ તે ખાતામાં જમા કે એકસચેંજ કરાવી શકાય છે. તે માટે હાલમાંજ ફુગાવાનો દર જે રીતે નીચે આવી રહ્યો છે. તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રીઝર્વ બેન્કે ગત બેઠકમાં જે રીતે વ્યાજદરમાં ફેરફારન સ્થગીત રાખ્યો છે.