બ્રેથ એનેલાઈઝરથી 131 લોકોને ચેક કરતાં ત્રણ પીધેલા પકડાયા 145 રોકડ અને 116
ઇ ચલણ સહિત 261 કેસ કર્યા: 7 વાહન ડિટેન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં ગત રાત્રે ચાર સેક્ટરમાં જુદા જુદા ચોક ઉપર પોલીસે બ્રેથ એનેલાઈઝરથી 131 લોકોને ચેક કરતાં ત્રણ પીધેલી હાલતમાં મળી આવતા ગુનો નોંધી ધરપકડ કરી હતી તેમજ 145 રોકડ અને 116 ઇ ચલણ સહિત 261 કેસ કર્યા હતા અને 1,32,400નો દંડ ફટકાર્યો હતો.
- Advertisement -
રાજકોટ શહેરમાં ચાર સેક્ટરમાં ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રિ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે દરમિયાન સેક્ટર 1ના ગ્રીનલેન્ડ ચોકડી પાસે બ્રેથ એનેલાઇઝેરથી 8 લોકોને ચેક કરતાં બે લોકો પીધેલી હાલતમાં મળી આવતા ગુનો નોંધી ધરપકડ કરી હતી તેમજ 4 કેસો કરી 9500નો દંડ ફટકારી બે વાહન ડિટેન કર્યા હતા તેમજ સેક્ટર 2માં અમૂળ સર્કલ, સોરઠિયાવાડી સર્કલ અને ગુંદાવાડી પોલીસ ચોંકી પાસે 83 લોકોને ચેક કરતાં એક શખ્સ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો પોલીસે 163 કેસોમાં 81,400નો દંડ ફટકાર્યો હતો અને બે વાહન ડિટેન કર્યા હતા તેમજ સેક્ટર 3માં કોટેચા ચોક અને કોસ્મો ચોકડી પાસે 17 લોકોને ચેક કર્યા હતા જેમાં એકપણ પીધેલી હાલતમાં મળી આવેલ નહીં જ્યારે 68 કેસોમાં 28,800નો દંડ ફટકારી બે વાહન ડિટેન કર્યા હતા સેક્ટર ચારના કિશાનપરા ચોક અને ઘંટેશ્વર ટી પોઈન્ટ ખાતે 23 લોકોને ચેક કરવામાં આવ્યા હતા તેમજ 24 કેસો કરી 12,700નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને એક વાહન ડિટેન કરવામાં આવ્યું હતું.