ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.30
શહેર અને ગ્રામ્ય પંથકમાં સ્ટીકર લગાવી મતદાન જાગૃતિનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનું કાર્ય હાથ ધરાયું પોરબંદર જિલ્લા લોકસભાની સામાન્ય ચૂંટણીની તડામાર તૈયારીઓ જિલ્લા કલેક્ટર શ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. આગામી તારીખ 7 મેના રોજ મતદાન થનાર છે, ત્યારે મતદાનથી કોઈ પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેકટર શ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓની ટીમ શાળા કોલેજો સંસ્થાઓની સાથોસાથ શહેર અને ગ્રામ્ય પંથકમાં ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલ કામદારો વગેરે આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાઈ અવશ્ર્ય મતદાન કરે તે માટે શપથ લેવડાવવાની સાથોસાથ જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
- Advertisement -
પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકશાહીના આ મહાપર્વમાં સૌને સહભાગી બનવા જણાવવામાં આવી રહ્યું છે. અને લારી ગલ્લા, શાકભાજીના વેપારીઓ, હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, પાન ફાકી ચાની કેબીનો અને શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મુસાફરોનું પરિવહન કરતાં નાના મોટા વાહનોમાં ઉપરાંત સરકારી બિલ્ડીંગોમાં પણ મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ લોકશાહીના આ મહાપર્વમાં સૌ કોઈ સહભાગી બને તેવું પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.