ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં અતિભારે વરસાદ બાદ જાહેર માર્ગો અને જગ્યાઓએ ઝુંબેશ સ્વરૂપે સફાઈ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત રોગચાળો અટકાવવા માટે સફાઈની સાથે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.
હાલ સફાઈ અભિયાનમાં જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત અન્ય જિલ્લાઓની નગરપાલિકાઓની સફાઈકર્મીઓની ટીમ પણ જોડાયેલ છે શહેરમાં ગંદકી ની સફાઈ બાદ દવાઓનો છંટકાવ સફાઈ કર્મી દ્વારા શરુ કરી દેવામાં આવ્યો છે જેનાથી રોગચાળા કાબુ મેળવી શકાય.