SST અને FST માં 6 સભ્યોના સમાવેશ સાથે ટીમની રાઉન્ડ ધી કલોક કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
આદર્શ આચારસંહિતાના પાલન સાથે રાજકોટ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022ની સમગ્ર પ્રક્રિયા થાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર વિવિધ ટીમનું આયોજન કરીને એક્શન મોડમાં કામગીરી કરી રહી છે. ખાસ કરીને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇગ સ્ક્વોડ ટીમ દ્વારા આઠ વિધાનસભા મતદાન વિસ્તારમાં વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. વિધાનસભા બેઠક 68 પૂર્વ વિસ્તારમાં આજીડેમ ચોકડી ખાતે સ્ટેટીક સર્વેલન્સ ટીમમાં ફરજ બજાવતાં જયદીપ પારેજીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આઠ કલાકની ડ્યુટી સાથે જજઝ અને ઋજઝની ટીમ દ્વારા 24 કલાક કામગીરી કરવામાં આવી રહી છે. 3 પોલીસ જવાનોના સહયોગ સાથે કુલ 6 સભ્યોથી બનેલી જજઝ અને ઋજઝ ટીમ દ્વારા વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. 68 પૂર્વ બેઠકમાં બેડી અને કુવાડવા ચોકડી ખાતે પણ સર્વેલન્સ ટીમ દ્વારા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
વધુમાં નાના મૌવા ચોક ખાતે પણ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે તેમ 69 પશ્ચિમ બેઠકના સ્ટેટીક સર્વેલન્સ ટીમના સભ્ય રવિભાઈ સાગઠીયાએ ઉમેર્યું હતું. આમ 68 રાજકોટ પૂર્વના રિટર્નીગ ઓફિસર સૂરજ સુથાર અને 69 પશ્ચિમ બેઠકના રિટર્નીગ ઓફિસર સંદીપ કુમાર વર્માના માર્ગદર્શન હેઠળ જજઝ અને ઋજઝ ટીમ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે.