ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ સામાન્ય લોકસભા ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજવાનું છે.ત્યારે રેન્જ આઇજી નિલેશ જાંજડીયા માર્ગદર્શન હેઠળ એસપી હર્ષદ મેહતાની સૂચના અનુસાર એસઓજી પોલીસ દ્વારા શહેરની હોટલ-ગેસ્ટહાઉસમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી અન્વયે શાંતિ પૂર્ણ વાતાવરણમાં યોજાય અને લોકો ભય વગર મતદાન કરે કોઈ અનિચ્છિય બનાવ ન બને તેના માટે જૂનાગઢ જિલ્લા પોલીસ કટિબદ્ધ છે.અને ચૂંટણી સમયે તમામ મતદાન મથકો સહીત જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
- Advertisement -
ત્યારે એસઓજી દ્વારા સતત અસામાજિક તત્વો પર વોચ રાખવામાં આવી રહી છે,ત્યારે શહેરની તમામ હોટલ અને ગેસ્ટહાઉસ સહીત જે જગ્યાએ મુસાફરો રોકાય છે તેવી જગ્યા પર રજીસ્ટર સહીત સીસીટીવી કેમરા સાથે મુસાફરોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.