બંગાળી કારીગરોના રજીસ્ટ્રેશન કરાવ્યા છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
દેશ ઉપર સૌથી મોટો ખતરો આતંકી સંગઠનોનો મંડળાઈ રહ્યો છે ત્યારે અમુક દેશના દુશ્મનો આપણાં જ દેશમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે રાજકોટના રામનાથપરામાં રહેતા લાખો બંગાળી શ્રમિકો સોની બજારમાં કામ કરવા આવે છે જેના નામ સરનામાંના પણ કોઈ ઠેકાણા નથી હોતા તેવા લોકોને માર્કિંગ કરી તેના ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવા માટે શહેર એસઓજી દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
15 ઓગષ્ટ પૂર્વે કોઈ આતંકી ગતિવિધિ તો સક્રિય થઈ નથી ને તે સહિતના મુદે તપાસ હાથ ધરવામાં આવી હતી સવારે સોની બજારની તમામ દુકાનોમાં એસઓજી સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તમામે બંગાળી કારીગરોનું રજીસ્ટરેશન કરાવ્યું છે કે કેમ, કેટલા સમયથી નોકરી કરે છે તે સહિતના મુદે તપાસ કરવામાં આવી હતી. રાજકોટ શહેરની બજારમાંથી ગત વર્ષે આતંકી સંગઠન સાથે સંપર્કમાં રહેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોને ગુજરાત એટીએસની ટીમે દબોચી લીધા હતા અને તેમના આતંકી સંગઠન સાથે વાતચીત થયાના પુરાવાઓ પણ મળ્યા હતા તે પછી સોની બજાર ઉપર શહેર પોલીસ દ્વારા વોચ વધારી દેવામાં આવી હતી દરમિયાન હાલ 15 ઓગષ્ટ, જન્માષ્ટમી સહિતના તહેવારો આવતા હોય એસઓજી પીઆઈ સાકરીયા અને ટીમ દ્વારા ફરી સોની બજારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સોની બજારના તમામ કોમ્પલેક્ષની તમામ દુકાનોમાં એસઓજી સ્ટાફ દ્વારા રૂબરૂ જઈને દરેક પરપ્રાંતીય શ્રમિકોના નામ, સરનામાં સહિતની યાદી બનાવવામાં આવી રહી છે તેમજ જે તે માલિક દ્વારા શ્રમિકને કામે રાખ્યો તેનું રજીસ્ટ્રેશન નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવ્યું છે કે કેમ તે ચકાસી તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ફરી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અને આતંકી સંગઠન સાથે સંકળાયેલા કોઈ સક્રિય તો નથી ને તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.