ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યની કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ના નિવાસસ્થાને આજે વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપાની હર્ષોલ્લાસભેર સ્થાપના કરવામાં આવી હતી. શુભ મુહૂર્તે પંડિતોના મંત્રોચ્ચાર વચ્ચે ગૌરવભેર બાપાની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી.આ પ્રસંગે પરિવારજનો, શુભચિંતકો તથા સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભક્તિભાવ અને હર્ષના માહોલ વચ્ચે વિઘ્નહર્તાના આરતી – ભજનોથી વાતાવરણ ગુંજતું બન્યું હતું. શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, ગણપતિ બાપાની કૃપાથી સમાજજીવનમાં આનંદ, એકતા અને સમૃદ્ધિના સંકલ્પ સાથે સૌને આગળ વધવું જોઈએ.