રાજકોટવાસીઓની શાંતિ અને સલામતી માટે વિઘ્નહર્તા દેવને પ્રાર્થના કરતો ઙઈં ભાર્ગવ ઝણકાટ સહિતનો સ્ટાફ
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર ભારત દેશમાં ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરાઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ગણેશચતુર્થીના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી મંગલમૂર્તિ ગણપતિજીનું સ્થાપન કરીને ભાવભેર પૂજન-અર્ચન કરાયું હતું.
મહિલા સ્ટાફે ગણાધિપતિ દેવને વધાવવા માટે પોલીસ મથકને સુશોભિત કર્યું હતું.
થોરાળા પોલીસ મથકમાં પાંચ દિવસ માટે સ્થાપિત ચતુર્ભુજધારી ગણપતિજીની પ્રતિમા માટીમાંથી બનાવેલી છે.
પોલીસ કચેરીએ ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિથી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો છે. ગણપતિજીની સ્થાપના વિધિ કરતી વખતે નિયમોનુસાર અવાજનું પ્રદુષણ ન થાય, તેનો ખ્યાલ રખાયો છહતો. તેમજ પોલીસ સ્ટાફે શ્રેષ્ઠ કામગીરી કરવાની શક્તિ આપવા તેમજ રાજકોટવાસીઓની શાંતિ અને સલામતી જાળવવા માટે વિઘ્નહર્તા દેવને પ્રાર્થના કરી હતી.
આ તકે પોલીસ ઇન્સ્પેક્ટર ભાર્ગવસિંહ ઝણકાટ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ.રાઠવા તથા એચ. એમ.ગઢવી સહીતનો પોલીસ સ્ટાફ તથા અરજદારોએ ગણેશજીના દર્શનનો લ્હાવો લીધો હતો.