સોશિયલ મીડિયામાં હવે લોકોને ઇન્સ્ટાગ્રામનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જેમાં તમે તમારા ફોટા, વિડિઓ અથવા કોઈપણ પોસ્ટને અહીં શેર કરી શકો છો. જેમાં લોકોને ઇન્સ્ટાગ્રામની રીલ સુવિધા ખૂબ પસંદ છે. તેમાં કંપની હવે યુઝર્સની જરૂરિયાત મુજબ નવી સુવિધાઓ લાવી રહી છે. ઇન્સ્ટાગ્રામમાં તેમાં એક નવી સુવિધા ઉમેરવામાં જઇ રહ્યું છે. અમે તમને આ નવી સુવિધા વિશે માહિતગાર કરી રહ્યા છે.
જેમાં સામાન્ય રીતે તમે ડીલીટ થયેલી સ્ટોરી ને વાંચી શકતા નથી, પરંતુ ઇન્સ્ટાગ્રામ હવે આ ડિલીટ કરાયેલી સ્ટોરી ફરી વાંચવાની સુવિધા આપવા જઇ રહ્યું છે. જેમાં જો તમે ઇચ્છો તો તમે પોસ્ટને ફરીથી પાછી લાવી શકો છો. તમને જણાવી દઇએ કે જો તમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં કશું પણ મૂકી દો છો. તે 24 કલાકમાં જ ડિલીટ થઈ જાય છે. પરંતુ હવે નવી સુવિધા આવ્યા પછી તમે સરળતાથી જૂની સ્ટોરીને પાછી લાવી શકશો.
- Advertisement -
જો કે આ તેમાં મહત્વની બાબત એ છે કે સ્ટોરીને પરત મેળવવા માટે તમારે 24 કલાકની અંદર ઇન્સ્ટા સ્ટોરીને રીસ્ટોર કરી શકો છો.
આ માહિતી ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના બ્લોગ પર શેર કરવામાં આવી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે યુઝર્સ હવે નવા અપડેટ બાદ ડિલીટ કરેલી પોસ્ટ્સ સરળતાથી જોઈ શકશે. આ સિવાય તેને રિસ્ટોર કરવાનો વિકલ્પ પણ મળશે. જો કે, આ સુવિધા હજી સુધી દરેક માટે રોલઆઉટ કરવામાં આવી નથી. આગામી સમયમાં, બધા યુઝર્સને આ સુવિધા મળશે.
આ અંગે ઇન્સ્ટાગ્રામ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સુવિધાનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. આ સુવિધા ફોટા, વિડિયોઝ, રીલ્સ અને આઇજીટીવી વિડિયોઝ માટે ખૂબ ઉપયોગી છે. આ નવી સુવિધાને અપડેટ કરવા માટે તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનની સેટિંગ્સ પર જશો. ત્યારે તમને મેસેજ રિસ્ટોર કરવાનો વિકલ્પ મળશે. જેમાં તમે રિસન્ટ ડીલીટ કરી નાખેલ મેસેજ અંગે વિકલ્પ મળશે. જેને રીસ્ટોર કરવાનું ઓપ્શન ક્લિક કર્યા બાદ 24 કલાકમાં તમે રિસ્ટોર થશે.
- Advertisement -