સેન્ટ્રલ જેલની દીવાલો પર દિવસભર 95 જેટલા ચિત્રકારો દ્વારા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જેલ એટલે કાળ કોટડી, જેનું નામ સાંભળતા જ ગુનેગારો થરથર ધ્રુજવા લાગે છે. જો કે રાજકોટની સેન્ટ્રલ જેલમાં સુધારણા કાર્યક્રમ અંતર્ગત પરિવર્તન આવી રહ્યું છે.
- Advertisement -
હકીકતમાં રાજકોટ સેન્ટ્રલ જેલની કાળી દીવાલો હવે રંગીન બની રહી છે. એટલે કે જેલની દીવાલો પર માનવીય સંવેદનાઓ પ્રસ્તુત કરતા ચિત્રો આકાર લઈ રહ્યાં છે.
આવા ચિત્રો ક્ષણિક આવેસમાં આવીને કે પછી સંજોગો વસાત જેલમાં આવેલા છે, તેવા કેદીઓને સજા પૂર્ણ થયા બાદ સારા કામો કરવાની પ્રેરણા પૂરી પાડશે.
પોતાના ઘરથી દૂર રહીને જેલમાં સજા કાપી રહેલા કેદીઓ માટે આ ચિત્રો અહીંથી છૂટ્યા બાદ ફરીથી જેલમાં પરત ના ફરવા માટેની પ્રેરણા આપશે. રાજકોટ સેન્ટ્રલ જેલની દીવાલો પર દિવસભર 95 જેટલા ચિત્રકારો દ્વારા વિવિધ ચિત્રો દોરવામાં આવી રહ્યાં છે. આ ચિત્રો સાંજે કેદીઓ નિહાળી શકશે.
- Advertisement -
માનવીય સંવેદનાઓ સાથેના ચિત્રો ભલભલા કેદીઓ માટે સંવેદનાના તાર ઝણઝણાવી નાખે તેવા છે, ત્યારે કેદીઓના જીવનમાં જેલમાંથી મુક્ત થયા બાદ પરિવર્તન આવે તો ચિત્રો અને જેલ સુધારણા સાર્થક બની શકે છે.