રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસો ભાડે આપવા અને મૂળ માલિક સિવાયના આસામીઓ રહેતા માલુમ પડતા આવાસ સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં રેલનગરમાં આવેલ સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં 440 આવાસોની ચકાસણી કરવામાં આવેલ જેમાથી 6 આવાસોમાં મૂળ માલિક સિવાયના આસામીઓ રહેતા માલુમ પડતા આ આવાસો સીલ કરવામાં આવેલ છે તેમજ વીર સાવરકર ટાઉનશીપમાં 280 આવાસોની ચકાસણી કરવામાં આવેલ જ્યાં કોઈ જ આવાસમાં માલિક સિવાય અન્ય કોઈ રહેતું હોવાનું ધ્યાને આવેલ નથી.



