તમામ માર્ગદર્શિકા 100 ટકા અનુસરવી: ચેકીંગ અંગે રીપોર્ટ કરવા પણ સુચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
મહાનગરપાલિકા દ્વારા બાંધકામ વપરાશની પરવાનગી અપાયા બાદ સમયાંતરે સ્થળ ચકાસણી કરવા અંગેની માર્ગદર્શિકાને અનુસરવા આજે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ હુકમ કરેલ છે.
- Advertisement -
આ વિશે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ મકાનો કે જેમાં મોટી સંખ્યામાં વ્યક્તિઓ એકત્રિત થતા હોય તથા સી.જી.ડી.સી.આર.ની જોગવાઈ મુજબ એસેમ્બલીની વ્યાખ્યા હેઠળ આવતાં હોય તેવા મકાનો જેમ કે સિનેમા, મલ્ટીપ્લેક્ષ, ઓડીટોરીયમ, બેન્કવેટ-કોમ્યુનીટી હોલ, ગેમિંગ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન કલાસીસ, મોટા શોપિંગ મોલ, ફૂડ-કોર્ટ, રેસ્ટોરન્ટ વિગેરે તેમજ હોસ્પિટલ પ્રકારના બાંધકામો વિગેરે સંદર્ભે સલામતી તેમજ બિનઅધિકૃત બાંધકામ પ્રવૃત્તિને નિયંત્રિત કરી શકાય તે માટે સમયાન્તરે સ્થળ ચકાસણી માટે કાર્યપધ્ધતિ એસઓપી અનુસરવા હુકમ કરવામાં આવેલ છે.
ઉપરોક્ત કેટેગરીના મકાનો સંદર્ભે રાખેલ રેકર્ડમાં હયાત મકાનોના સુધારા વધારાની બાંધકામ વપરાશની પરવાનગી આપવામાં આવે કે નવા બાંધકામ વપરાશની પરવાનગી આપવામાં આવે તે સાથે વોર્ડવાઈઝ ડેટાબેઝ સમયાંતરે અદ્યતન કરવાનો રહેશે. તે જ પ્રકારે ઉપરોક્ત પૈકીના હયાત મકાનો દુર કરવામાં આવે કે રી-ડેવલોપમેન્ટની કાર્યવાહી કરવામાં આવે તો તે અંગેનો રેકર્ડ કમી/અદ્યતન કરવાનો રહેશે.
સ્થળની સ્થિતિ ચકાસણી ના દરેક તબક્કે સ્થળ ફોટોગ્રાફસ લઈને તેનો રેકર્ડ સ્વરૂપે વોર્ડ ઇન્સ્પેકટર આસી. એન્જીનીયર/એડી. આસી.એન્જીનીયર દ્વારા રાખવાનો રહેશે.આ કાર્યવાહી/અમલવારી સબંધે થતી કોર્ટ મેટર/દાવાઓ અંગે સબંધિત આસી. એન્જીનીયર/એડી. આસી. એન્જીનીયર દ્વારા સમયમર્યાદામાં મ્યુની. એડવોકેટની નિમણુક થાય તે ધ્યાને રાખવાનું રહેશે અને સબંધિત આસી. એન્જીનીયર/એડી. આસી. એન્જીનીયર દ્વારા રા.મ્યુ.કો. વતી નિયતસમયમર્યાદામાં જવાબ/એફિડેવિટનો મુસદ્દો સબંધિત મ્યુની. એડવોકેટનો સંપર્ક કરી તૈયાર કરાવી આસી. ટાઉન પ્લાનર મારફતે સક્ષમ સત્તાધિકારીની મંજુરી મેળવી આનુષંગીક કાર્યવાહી કરવાની રહેશે. સબંધિત વોર્ડના આસી. એન્જીનીયર/એડી. આસી. એન્જીનીયર દ્વારા આ અંગેનું એક અલાયદુ દાવા રજીસ્ટર નિભાવવાનું રહેશે તથા પખવાડીક ધોરણે તેને અદ્યતન કરવાનું રહેશે.
- Advertisement -
નામદાર કોર્ટ દ્વારા વિવિધ મેટર્સમાં કરવામાં આવેલ ઓરલ ઓર્ડર/ડાયરેકશનની કેસવાઈઝ સંક્ષીપ્ત નોંધ (રેડી રેકનર) સબંધિત આસી. ટાઉન પ્લાનર આ જાળવવાની રહેશે અને નામદાર કોર્ટના આદેશ/ડાયરેકશનનું પાલન થાય અને કરવામાં આવેલ કાયર્વાહીની નોંધ નામદાર કોર્ટ સમક્ષ સમયબદ્ધ રીતે રજુ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. કોમ્પ્યુટર વિભાગ દ્વારા ઉપરોક્ત કામગીરી માટે સોફટવેર પ્રોગ્રામ કરવા આનુસાંગિક કાર્યવાહી પણ કરવામાં આવનાર છે તેમ પણ મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું