જગદીશ ઘેલાણી
UPSCની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક છે. તેમાં સામેલ થનારા લાખો ઉમેદવારોમાંથી થોડા જ ઉમેદવાર સફળતા મેળવી શકે છે. ઘણા ઉમેદવારોને આ પરીક્ષાને ક્રેક કરવામાં ઘણા વર્ષો લાગી જાય છે. ઘણા ઓછા ઉમેદવાર એવા હોય છે, જે આ પરીક્ષાને બીજા અથવા ત્રીજા પ્રયાસમાં પાસ થતા હોય છે. તેમાંના એક છે રાજકોટ શહેર પ્રાંત અધિકારી-2ના મહેક જૈન. ખાસ ખબર સાથેની વાતચીતમાં ઈંઅજ મહેક જૈને જણાવ્યું હતું કે, ઞઙજઈની પરીક્ષા પાસ કરવા માટે એક જીદ જોઈએ. મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર, હાર ગયે જો બિન લડે, ઉન પર હે ધિક્કાર. તેથી યુપીએસસીની પરીક્ષા માટે મન મક્કમ હોવું જરૂરી છે ઘણા વિદ્યાર્થીઓ પ્રિલિમ્સ આપ્યા પહેલા જ હાર માની લે છે. આવા લોકો ક્યારેય સફળતા મેળવી શકતા નથી.
- Advertisement -
‘ખાસ-ખબર’ સાથેની વાતચીતમાં મહેક જૈને પોતાની અંગત જીવન વિશે જણાવ્યું હતું કે, પોતે ફરીદાબાદ (હરિયાણા)ના વતની છે. તેમના પિતા ખાનગી કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અને બહેન ઈઅ છે. વર્ષ 2019માં દિલ્હીની હંસરાજ કોલેજમાંથી બી.કોમ થયા બાદ યુપીએસસીની તૈયારી શરૂ કરી. બેચલર ડિગ્રી બાદ દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાંથી જાહેર વહીવટ (ખઙઅ)ની અનુસ્નાતકની ડિગ્રી મેળવી.
મહેક જૈને સેન્ટ પીટર્સ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે ત્યારે તે જ સ્કૂલમાં અભ્યાસ કરેલા એક આઈએએસ ઓફીસર તેમની સ્કૂલમાં ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા ત્યારે મહેક જૈને નક્કી કર્યું કે, પોતાને પણ ઈંઅજ ઓફિસર બનવું છે.
જમીનના જૂના કેસોના નિકાલ માટે મેગા બોર્ડનું આયોજન
શરતભંગ, વારસાઈ સહિતના જમીનના જૂના કેસોમાં ઝડપથી ચુકાદા આવે તે માટે અઠવાડિયામાં 2 વખત મહેસૂલી બોર્ડ યોજાય છે. આ સિવાય મેગા બોર્ડનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં સવારથી સાંજ સુધી કેસો ચલાવાય છે જેનું આયોજન જૂલાઈમાં થશે.
IAS મહેક જૈનને પેઈન્ટિંગનો શોખ
રાજકોટ શહેર પ્રાંત અધિકારી-2 મહેક જૈનને પેઈન્ટિંગનો શોખ છે. હળવાશની પળોમાં પેઈન્ટિંગ કરી પોતાનો શોખ પુરો કરે છે. મહેક જૈને જણાવ્યું હતું કે, મનના કોઈ ખૂણે રંગો આકાર લેતા હોય છે તેથી તેને કેનવાસ પર ઉતારૂં છું. મહેક જૈને નવકાર મંત્ર, શિવ-નંદિ, રાધા-કૃષ્ણ, નટરાજ સહિતની પેઈન્ટિંગ કરી છે.
- Advertisement -



