કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી આજે 100% ઈથેનોલફ્યૂલ પર ચાલતી કાર ટોયોટા ઈનોવા લોન્ચ કરશે. આ કાર દુનિયાની પહેલી ઈલેક્ટ્રિફાઈડ ફ્લેક્સ ફ્યૂલ વ્હીકલનું પ્રોટોટાઈપ હશે. તેને BS6 સ્ટેજ-2ના નોર્મ્સના અનુસાર ડેવલોપ કરવામાં આવી છે. ઈવેન્ટ બપોરે 12 વાગ્યાથી દિલ્હીમાં થશે.
આ કાર હાઈબ્રિડ સિસ્ટમ માટે ફ્લેક્સ ફ્યૂલથી 40% ઈલેક્ટ્રિસિટી જનરેટ કરી શકે છે. ગડકરીએ કહ્યું, “એથેનોલની કિંમત 60 રૂપિયા પ્રતિ લીટર છે અને આ કાર 15થી 20 કીમીની માઈલેજ આપી શકે છે. આ પેટ્રોલની તુલનામાં વધારે ફાયદાકારક છે. જે હાલમાં ઘણા રાજ્યોમાં લગભગ 120 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.”
- Advertisement -
Union Minister Shri @nitin_gadkari Ji's public schedule for 29th August 2023. #ElectrifiedFlexFuelVehicle #FlexFuelVehicle@Toyota_India pic.twitter.com/urz2uxchTF
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) August 28, 2023
- Advertisement -
ઓઈલ ઈમ્પોર્ટ પાછળ ખર્ચાય છે 16 લાખ કરોડ
ઓઈલ ઈમ્પોર્ટ પર 16 લાખ કરોડ રૂપિયા ખર્ચ થાય છે ગડકરીએ કહ્યું “આ ફ્યૂલ પેટ્રોલિયમના ઈમ્પોર્ટ પર થતા ખર્ચને બચાવી શકે છે. જો આપણે આત્મનિર્ભર બનવું છે તો ઓયલ ઈમ્પોર્ટને ઝીરો પર લાવવું જ પડશે. હાલ દેશ તેના પર 16 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. જે આપણી અર્થવ્યવસ્થા માટે મોટુ નુકસાન છે.”
Union Minister Shri @nitin_gadkari Ji will unveil the world's first prototype of the BS 6 Stage II ‘Electrified Flex Fuel Vehicle’ developed by Toyota Kirloskar Motor on 29th August 2023 at 12:00 PM in New Delhi.#ElectrifiedFlexFuelVehicle #FlexFuelVehicle@Toyota_India pic.twitter.com/v4dU3K3F1X
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) August 28, 2023
મારૂતિ પણ કરી રહી ફ્લેક્સ-ફ્યૂલ વ્હીકલ પર કામ
ટોયોટા ઉપરાંત મારૂતિ પણ ફ્લેક્સ-ફ્યૂલ વાહનો પર કામ કરી રહી છે. કંપનીએ આ વર્ષે જાન્યુઆરીમાં ઓટો એક્સપોમાં વેગન અને પ્રોટોટોઈપને રજૂ કર્યા હતા. આ કાર 85% એથોનોલ મિક્સ ફ્યૂલ પર ચાલી શકે છે.