ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કલેક્ટર રચિત રાજ વહીવટી તંત્રમાં પ્રજાને કેન્દ્રમાં રાખીને ‘જરા હટકે’ કરવા માટે જાણીતા બન્યા છે. તાજેતરમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં દેશભરમાં પ્રથમવાર હેલ્થ એનિમલ બૂથ અને હેલ્થ બૂથ ઉભા કર્યા હતા. જેની રાષ્ટ્રીય માધ્યમો અને ઇલેક્શન કમિશન ઇન્ડિયાએ પણ નોંધ હતી.
એનિમલ હેલ્થ બૂથ અને હેલ્થ બૂથની ચોમેર પ્રસંશા થઈ, ઉપરાંત દેશભરમાં પ્રથમ એવા પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફે, કે જ્યાં પ્લાસ્ટીક જમા કરાવો અને તેમને પ્રાકૃતિક નાસ્તો મળે, જેની માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખૂબ પ્રસંશા કરી હતી. અધિકારી-કર્મચારી તનાવ મુક્ત રહી કામગીરી કરી શકે તે માટે અને હળવાશ અનુભવી શકે તે માટે દેશમાં પહેલરૂપ હ્યુમન લાઇબ્રેરી કલેક્ટર કચેરી ખાતે શરૂ કરી તેની જ કડીમાં હેપ્પીનેશ એડમીસ્ટ્રેશન જેવી પહેલ કરવામાં આવી.સમાજમાં દિકરીઓને પ્રાધાન્ય આપવા માટે એક કે, બે દિકરી ધરાવનાર વાલીને સરકારી કામકાજોમાં અગ્રતા આપવા માટે પિંક કાર્ડ અને તેવી જ રીતે વરિષ્ઠ નાગરિકને પ્રાથમિકતા મળી રહે તે માટે ગ્રે કાર્ડ. આ પ્રકાર પહેલ કરનાર જૂનાગઢ દેશભરમાં પ્રથમ હતું. સેવાસેતુ કાર્યક્રમ હેઠળ જૂનાગઢ જિલ્લામાં 3.14 લાખ અરજીઓના સકારાત્મ ઉકેલ લાવવામાં આવ્યો. આ કામગીરીમાં રાજ્યમાં જૂનાગઢ જિલ્લો ટોચના સ્થાને છે.
- Advertisement -
ઉપરાંત જૂનાગઢ જિલ્લાને અકસ્માત મુક્ત બનાવવા માટે પ્રોજેક્ટ ઉજાલા, પ્લાસ્ટીક મુક્ત યાત્રાધામ મિશન હેઠળ 14000 કિલોથી વધુ પ્લાસ્ટીક એકત્ર કરવામાં આવ્યું, તાજેતરમાં વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને રહેણાંક માટે નિ:શુલ્ક પ્લોટ આપવામાં આવ્યા, વયોવૃદ્વ વાલીઓ માટે પ્રોજેક્ટ આશીર્વાદ જેવા ઘણાં પ્રજાલક્ષી કાર્યો વર્ષ-2022માં કરવામાં આવ્યા હતા.