ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં પો. કમિ. બ્રિજેશકુમાર ઝા તથા મ્હે.અધિક પો. કમિ.મહેન્દ્ર બગડીયા તથા નાયબ પો. કમિ. ટ્રાફિક પુજા યાદવ તથા મદદનીશ પો. કમિ. મહિલા સેલ આર.એસ. બારીઆના માર્ગદર્શન હેઠળ પો. ઈન્સ. બી. ટી. અકબરીેની સૂચનાથી મહિલા પોલીસ સ્ટેશન ઉત્તર વિભાગ શી ટીમ ઈન્ચાર્જ WPC વિમલબેન રાજેન્દ્રપ્રસાદ, WPC ખુશાલીબેન, WPC વર્ષાબેન ડ્રા. LR ભુરુભા દ્વારા શ્રી કાંતિ માનવસેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુવાડવા રોડ ડી-માર્ટ પાસે આવેલ અર્વાચીન ગરબી ‘શ્રી નવદુર્ગા ગરબી મંડળ’ની આશરે 50 બાળાઓ તેમજ ગરબી જોવા આવેલ આશરે 450 લોકોને શી ટીમ વિશે, 100 નંબર તથા 181 અભયમ લાઈન વિશે માહિતી આપેલી હતી તેમજ પૂર્વ વિભાગ શી ટીમ ઈન્ચાર્જ WPC હંસાબેન ખીમજીભાઈ, WPC દક્ષાબેન, WLR સવિતાબેન, WPC જાગૃતિબેન ડ્રા.LR મનહરસિંહ દ્વારા કુવાડવા રોડ ડી-માર્ટ પાસે આવેલ ખોડલધામ રાસોત્સવમાં રમવા આવેલ આશરે 700 ખેલૈયાઓને શી ટીમ વિશે, 100 નંબર તથા 181 અભયમ લાઈન વિશે માહિતી આપેલી હતી. શી ટીમ કઈ રીતે કામ કરે છે તે વિશે જણાવ્યું હતું
- Advertisement -
તેમજ મુસીબતના સમયે 100 નંબર ઉપર કોલ કરી શી ટીમની મદદ લેવા જણાવેલ. પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવુ, ક્યાંય પણ એકલા ન જવુ, ગ્રુપ સર્કલ સાથે જવું, કોઈ અજાણી વ્યક્તિ પાસેથી ખાદ્યપદાર્થ ખાવો નહીં, ખાસ તો નવરાત્રી દરમિયાન પોતાની સેફ્ટી કઈ રીતે રાખવી તે જણાવેલ, અને જ્યાં રમવા જાવ અને જેની સાથે રમવા કે જોવા માટે જાવ તેમના નામ તેમજ મોબાઈલ નંબર પોતાના મમ્મી-પપ્પાને આપીને જવું, તેમજ જો કોઈ એવી વ્યકિત તમને હેરાન કરતું હોઈ અથવા તમારો પીછો કરતું હોય તો 100 નંબરમાં ફોન કરવાથી ડરવું નહીં જે કોઈ પણ વ્યકિતએ હેરાન કરેલ હશે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે જેથી કોઈથી ડર્યા વિના નવરાત્રીમાં રમજો અને નવરાત્રીનો આનંદ માણજો વિગેરે માહીતી ઉત્તર વિભાગ શી ટીમ અને પૂર્વ વિભાગ શી ટીમ દ્વારા આપવામાં આવી હતી.