ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડાસીયાના અધ્યક્ષસ્થાને માહિતી મદદનીશ દિવ્યાબેન ત્રિવેદીની સિનિયર સબ એડિટર તરીકે જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર ખાતે બઢતી થતાં તેમજ સેવક રવિસિંહ ચૌહાણએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં, તેમનો વિદાયમાન સમારંભ યોજાયો હતો.
આ તકે સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડાસીયાએ જણાવ્યું હતું કે, દિવ્યાબેનની કાર્યનિષ્ઠાના કારણે કચેરીને તેમની ખોટ વર્તાશે તેમજ તેમણે રવિભાઈને નિવૃત્ત જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. આ તકે નાયબ માહિતી નિયામક પ્રશાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દિવ્યાબેનની કામની પ્રત્યેની નિષ્ઠા, એક્રેડિટેશન કાર્ડ અને મીડિયા સંકલનની સુચારુ કામગીરી તથા ઓલ રાઉન્ડર વ્યક્તિત્વ પ્રસંશનીય છે તેમજ રવિભાઈનું પણ કચેરી માટે યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. આ વેળાએ દિવ્યાબેન અને રવિભાઈનું પુષ્પગુચ્છ અને શાલથી અભિવાદન કરાયું હતું. દિવ્યાબેન અને રવિભાઈએ કચેરી ખાતે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા સુખદ અનુભવો વહેંચ્યા હતાં. આ તકે અધિકારીઓ અને કર્મચારીઓએ પણ વિદાયમાન લેતાં બંને કર્મયોગીઓ સાથેની યાદો વર્ણવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેમેરા ઓપરેટર કેતનભાઈ દવેએ કર્યું હતું.