PI રવિ બારોટ PI એસ. એમ. જાડેજા તથા ફાયર સ્ટેશન ઑફિસર રોહિત વિધોરાની ખાસ ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
એ તથા બી ડીવીઝન દ્વારા એસ.પી.સી.ના વિદ્યાર્થીઓને નિર્મલા રોડ પર આવેલી ફાયરબ્રિગેડ પર મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં મુરલીધર સ્કૂલ તથા નક્ષત્ર સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત બાળકોને આગ લાગે ત્યારે ક્યા પગલાં લેવા, કઈ સાવચેતી રાખવી તેમજ વિવિધ સાધનોની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોને પ્રેક્ટિકલ કરાવીને યોગ્ય જાણકારી આપવામાં આવી હતી. આગના બનાવ અવારનવાર બનતા હોય છે માટે બાળકોમાં જાગૃતતા આવે તે હેતુસર આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વિધોરા દ્વારા બાળકોને માહિતી આપવામાં આવી હતી. આ સિવાય એ ડિવિઝન પી.આઈ. રવિ બારોટ, બી ડિવિઝનના પી.આઈ. એસ. એમ. જાડેજા, પુષ્પાબેન બાબરીયા, મયુરીબેન પરમાર, મુરલીધર સ્કૂલના સી.પી.ઓ. અંસારી અફઝલહુસેન તથા નક્ષત્ર સ્કૂલના ક્રિષ્નાબેનની ખાસ ઉપસ્થિતિ રહી હતી.