શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધુ વધારો જોવા મળ્યો
તાજેતરના આંકડા દર્શાવે છે કે બિહારમાં સળંગ ત્રીજા મહિને સપ્ટેમ્બરમાં સૌથી વધુ ફુગાવાનો દર નોંધાયો છે, ત્યારબાદ છત્તીસગઢનો નંબર આવે છે , જ્યારે દિલ્હીમાં સૌથી નીચો દર છે. સપ્ટેમ્બરમાં બિહારનો છૂટક ફુગાવાનો દર 7.5 ટકા હતો, જે એકંદર 5.5 ટકા કરતાં ઘણો વધારે હતો, જ્યારે છત્તીસગઢમાં 7.4 ટકા હતો. ઊંચા છૂટક ફુગાવાના દર સાથે ટોચનાં પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઓડિશા અને હરિયાણાનો સમાવેશ થાય છે, પશ્ચિમ બંગાળનો રિટેલ મોંઘવારીનો દર દિલ્હી પછી 3.7 ટકા હતો, ત્યારબાદ તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો નંબર આવે છે. છત્તીસગઢ (લગભગ 8 ટકા), ઉત્તર પ્રદેશ (7.8 ટકા) અને બિહાર (7.6 ટકા)માં સૌથી વધુ ગ્રામીણ ફુગાવાનો દર છે, જે ઓડિશા પછી 7 ટકા પર છે.
- Advertisement -
બિહારમાં પણ સૌથી વધુ શહેરી ફુગાવાનો દર 7.1 ટકા નોંધાયો છે. તાજેતરનાં ડેટા દર્શાવે છે કે ઉપભોક્તા ભાવ સૂચકાંક દ્વારા માપવામાં આવેલ છૂટક ફુગાવો, ખાદ્યપદાર્થો, ખાસ કરીને શાકભાજી, ખાદ્યતેલ અને કઠોળનાં ભાવમાં તીવ્ર ઉછાળાને પગલે સપ્ટેમ્બરમાં 9 મહિનાની ટોચે 5.5 ટકા પર પહોંચી ગયો હતો. 2023-24 માટેનાં આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રામીણ વપરાશમાં શહેરી (29.6 ટકા) કરતાં ખાદ્ય પદાર્થો ( 47.3 ટકા)નું વધુ ભારણ છે. તેમાં એમ પણ કહેવાયું છે કે છેલ્લાં બે વર્ષમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો જોવા મળતાં રાજ્યોમાં ગ્રામીણ ફુગાવો વધુ જોવા મળ્યો છે. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન દ્વારા ગણવામાં આવતી આંતરરાજ્ય વિવિધતા શહેરી ફુગાવા કરતાં ગ્રામીણમાં વધુ છે. ઉચ્ચ એકંદર ફુગાવાવાળા રાજ્યોમાં પણ ગ્રામીણમાં ફુગાવો શહેર કરતાં વધુ છે.તાજેતરનાં ફુગાવાના ડેટાએ નિષ્ણાતોને 2025 સુધી મધ્યસ્થ બેંક દ્વારા વ્યાજ દરમાં કાપ મૂકવાની તેમની અપેક્ષાઓને પાછળ ધકેલી છે. નિષ્ણાતો કહે છે કે ખાદ્ય ફુગાવો ચિંતાજનક છે અને સ્થાનિક અને વૈશ્વિક જોખમોને કારણે તેનાં પર નજર રાખવાની જરૂર છે.