તહેવારોમાં મુખવાસની ખરીદી કરતાં પહેલાં વિચારજો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ ફૂડ કેટેગરી જેવી કે મીઠાઇ, ફરસાણ, ઘી, દૂધ તથા દૂધની બનાવટ- પનીર, માવો, ખાદ્યતેલ, મસાલા, બેકરી પ્રોડક્ટસ, ડ્રાયફ્રૂટ્સ, મુખવાસ વગેરેના ઉત્પાદક- વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ખાદ્યચીજોના કુલ 254 નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતા તેમજ અલગ અલગ 11 એસોસિએશન/ સંસ્થાઓની મિટિંગોનું આયોજન કરવામાં આવેલું હતું.
ફૂડ સેફ્ટી અંતર્ગત રો-મટિરિયલ, સ્ટોરેજ, પેકિંગ, લેબલિંગ, પર્સનલ હાઇજીન, પ્રિમાઈસિસ હાઈજીન, લાઇસન્સના નિયમો તેમજ લાગુ કાયદાકીય નિયમોના પાલન બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં 1100 ફૂડ બિઝનેશ ઓપરેટર તથા કર્મચારીઓએ ભાગ લીધો હતો તેમજ એફએસડબલ્યુ વાન સાથે રાખી 51- અવેરનેસ પ્રોગ્રામ, 33- ટ્રેનીંગ પ્રોગ્રામ તથા 561 નમૂનાનું સ્થળ પર પ્રાથમિક ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું તેમજ 10 શાળાઓમાં વિદ્યાર્થીઓને ‘ઈટ સેફ સ્ટે સેફ’ પ્રોગ્રામ અંતર્ગત ફૂડ હેબિટ્સની માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા જેમાં અંદાજિત 1900 વિદ્યાર્થીઓ માહિતી આપવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે આવેલ અલંકાર મુખવાસ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલો પડતર વાસી તેમજ એક્સપાયરી થયેલ માલૂમ પડતાં અંદાજિત 10 કિ.ગ્રા. અખાદ્ય મુખવાસનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ મુખવાસના 2 નમૂના લેવામાં આવ્યા હતા અને કુલ 23 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં ક્રિસ્ટલ મુખવાસ અને રંગોલી મુખવાસ- મુખવાસ વર્લ્ડ, સોમનાથ કોમ્પ્લેક્ષ શોપ નં.2 પદ્મનાભ ટાવર સામે પંચાયત ચોક, રજવાડી મુખવાસ, કાઠિયાવાડી મુખવાસ- અમૃત મુખવાસ, પરાબજાર મેઇન રોડ, તલ ગોટલી મુખવાસ- રોયલ કલાકેન્દ્ર, નવાનાકા રોડ, પરાબજાર, સેવન સીડ મુખવાસ- પ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, પ્રહલાદ ટોકીઝ સામે, આયુર્વેદિક મુખવાસ જામનગરી મુખવાસવાલા, નવાનાકા રોડ, પ્રહલાદ ટોકીઝ સામે, પુષ્કર મુખવાસ- અલંકાર મુખવાસ, નવાનાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, સ્વીટ મીક્ષ મુખવાસ- અલંકાર મુખવાસ, નવાનાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, મારવાડી મુખવાસ- જલારામ શીંગ નમકીન, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ, તલ અજમા મુખવાસ- ક્રિષ્ના ગૃહ ઉદ્યોગ, સીતારામ સોસાયટી ગોંડલ રોડ, આમળા મિક્સ મુખવાસ- મીતેષ ગૃહ ઉદ્યોગ, જયંત કે.જી. મેઇન રોડ, ડી માર્ટ પાસે, અળસી મુખવાસ- મીતેષ ગૃહ ઉદ્યોગ, જયંત કે.જી. મેઇન રોડ, ડી માર્ટ પાસે, તલ ગોટલી મુખવાસ- અભિનવ સ્ટોર્સ, જયંત કે.જી. મેઇન રોડ, ડી માર્ટ પાસે, મિક્સ મુખવાસ- અભિનવ સ્ટોર્સ, જયંત કે.જી. મેઇન રોડ, ડી માર્ટ પાસે અને શુદ્ધ ઘી- રાધેશ્યામ ડેરી ફાર્મ, શુદ્ધ ઘી શ્રી ન્યુ રામેશ્ર્વર ડેરી ફાર્મ, શુદ્ધ ઘી- જલારામ ઘી ડેપો, શુદ્ધ ઘી- વોલ્ગા ઘી ડિપો, DYNAMIX COW GHEE (200 ML PKD) શ્રીજી પ્રોવિઝન સ્ટોર, શુદ્ધ ઘી શ્રીનાથજી ડેરી ફાર્મ, GOWARDHAN PURE COW GHEE (200 ML PKD) શ્રીનાથજી ડેરી ફાર્મના નમૂના લેવામાં આવ્યા હતા.
- Advertisement -
વધુમાં ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કોઠારીયા રણુજા સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 11 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી જેમાં ક્રિષ્ના ડેરી ફાર્મ, શ્રીજી ચાઇનીઝ પંજાબી, ચિલ્ડ હાઉસ, જય અંબે પાણીપુરી, બજરંગ પાણીપુરી, ભરકાદેવી પાણીપુરી, શંકરભાઈ પાણીપુરી, મહાકાળી પાણીપુરી, શિવમ વડાપાઉં, મહાકાળી સમોસા, બાલાજી વડાપાઉં સહિતનાને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા શ્રી ક્રિષ્ના સોડા, ભગવતી નમકીન, જય અંબે પ્રોવિઝન સ્ટોર, જય સિયારામ ફરસાણ, સ્વસ્તિક ઢોસા, જલારામ ચાઇનીઝ પંજાબી, આશીર્વાદ ફરસાણ, જોકર ફરસાણ, બાલાજી ફરસાણની ચકાસણી કરવામાં આવી હતી.



