ખાદ્યચીજોના વપરાશમાં લેવાતું પાણી ઉકાળવાની તાકીદ કરતું આરોગ્ય તંત્ર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને લઈ રેસ્ટોરેન્ટ, સંસ્થાની કેન્ટીન તથા બેકરી, હોકર્સ દ્વારા ઉત્પાદન કરી અને વેચાણ થતી ખાદ્યચીજો જેવી કે ચટણી, સબ્જી, દાળ જેવા પ્રિપેર્ડ ફૂડમાં વપરાશમાં લેવામાં આવતા પાણીને ઉકાળીને જ ખાદ્યચીજની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવે તેની તાકીદ દરેક ફૂડ બિઝનેશ ઓપરેટરોને કરી હતી. સાથે જ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન હૂડકો પોલીસ ચોકી સામે, કોઠારીયા રોડ પર આવેલ ‘અંબા ભવાની બેકરી’ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલો મેન્યૂફેક્ચરિંગ ડેટ તથા યુઝ બાય ડેટ ન દર્શાવેલ વાસી અખાદ્ય પાઉં 15 કિ.ગ્રા. તથા વાસી અખાદ્ય લીલી ચટણી 18 કિ.ગ્રા. જથ્થો મળીને કુલ 33 કિ.ગ્રા. જથ્થો અને પટેલ ચોક, 80 ફૂટ રોડ, શ્રીજી હાઇટ્સ પાસે ‘ઓમ રેસ્ટોરેન્ટ’માં અખાદ્ય મસાલા, પ્રિપેર્ડ ફૂડ તથા એક્સપાયરી ડેટ વીતેલ બેકરી પ્રોડકટ્સ વગેરેનો કુલ મળી 18 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલો તેમજ આ બંને પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
- Advertisement -
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના ચુનારાવાડ ચોક તરફના વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 12 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ખોડિયાર દાળપકવાન, બાલાજી ફરસાણ, ચામુંડા દાળપકવાન, ચામુંડા ફરસાણ, માટેલ દાળ પકવાન, રાજ એજન્સી, શિવ આઇસ્ક્રીમ, જોકર આઇસ્ક્રીમ, સાગર કોલ્ડ્રિંક્સ, જય માતાજી છોલે ભટુરે, મિસ્ટર શેફ ચાઇનીઝ પંજાબી, રામનાથ પ્રોવિઝન સ્ટોરને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તથા ખોડિયાર ભજીયા, પ્રતીક બેકરી, જય ખોડિયાર મસાલા ભંડાર, ક્રિષ્ના દાળ પકવાન ઘૂઘરા, મહાદેવ ડેરી ફાર્મ, ગજાનંદ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 2 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં ધ ઓમ રેસ્ટોરેન્ટ એન્ડ પાર્ટી લોન્જમાં પનીરના અને રાજસ્થાની જોધપુર સ્વીટ એન્ડ નમકીનમાં રબડી-ઘેવરના નમૂના લેવામાં આવ્યા હતા.