- ભારતનો સ્કોર 352/3: રોહિત 103 અને ગિલ 110 રન બનાવીને આઉટ: અત્યારે પડીકલ અને સરફરાઝ દાવમાં
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાલામાં રમાઈ રહેલી 5મી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ દિવસના સ્કોર 30 ઓવરમાં 1 વિકેટે 135 રનથી રમતની શરૂઆત કરી હતી.
Of hundreds and celebrations! 👏 🙌
- Advertisement -
Rohit Sharma 🤝 Shubman Gill
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ImRo45 | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/yTZQ4dAoEe
— BCCI (@BCCI) March 8, 2024
- Advertisement -
હવે બંનેએ શાનદાર બેટિંગ કરી અને પોતપોતાની સદી પૂરી કરી છે. જાણીતું છે કે આ મેચના પહેલા દિવસે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
શુભમન ગિલે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામે ધર્મશાલામાં રમાઈ રહેલી ટેસ્ટમાં પોતાની પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી છે. ગિલની ટેસ્ટ કારકિર્દીની આ ચોથી સદી અને વર્તમાન સીરિઝની બીજી સદી છે. આ ઇનિંગ દરમિયાન તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે મોટી ભાગીદારી પણ કરી હતી અને રોહિતે પણ સદી ફટકારી છે. આ પહેલા તેણે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 104 રનની ઇનિંગ રમી હતી.