1996 બાદ મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની આ પ્રથમ જીત છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ માત્ર સીરિઝમાં 1-0ની લીડ નથી મેળવી પરંતુ તે વનડેમાં સર્વશ્રેષ્ઠ ટીમ પણ બની ગઈ છે.
કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. 1996 બાદ મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની આ પ્રથમ જીત છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ માત્ર સીરિઝમાં 1-0ની લીડ નથી મેળવી પરંતુ તે વનડેમાં સર્વશ્રેષ્ઠ ટીમ પણ બની ગઈ છે. આ સિવાય મેચમાં સારૂ પ્રદર્શન કરનાર મોહમ્મદ શમી અને શુભમન ગીલે પણ ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે.
- Advertisement -
For his brilliant bowling figures of 5/51, @MdShami11 is adjudged Player of the Match as #TeamIndia win by 5 wickets.
Take a 1-0 lead in the three match ODI series.
Scorecard – https://t.co/H6OgLtww4N…… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/gIZJFkWj2L
- Advertisement -
— BCCI (@BCCI) September 22, 2023
મોહમ્મદ શમીએ ભારત માટે શાનદાર બોલિંગ કરી
આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ડેવિડ વોર્નરની અડધી સદીના આધારે કાંગારુઓએ 276 રન બનાવ્યા હતા તો મોહમ્મદ શમીએ ભારત માટે શાનદાર બોલિંગ કરી અને 5 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી હતી. ટીમ ઈન્ડિયાએ 8 બોલ બાકી રહેતા આ સ્કોરનો પીછો કરી લીધો હતો. ઓપનર શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડ ઉપરાંત કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે ભારત તરફથી અડધી સદી ફટકારી હતી. આવો એક નજર કરીએ ભારત vs ઓસ્ટ્રેલિયા પ્રથમ વનડેમાં બનેલા કેટલાક અદ્ભુત રેકોર્ડ પર-
No. 1 Test team ☑️
No. 1 ODI team ☑️
No. 1 T20I team ☑️#TeamIndia reigns supreme across all formats 👏👏 pic.twitter.com/rB5rUqK8iH
— BCCI (@BCCI) September 22, 2023
ODI વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો
ટીમ ઈન્ડિયા ક્રિકેટના દરેક ફોર્મેટમાં નંબર વન બની ગઈ છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે મોહાલી વનડેમાં જીત મેળવી છે અને આ સાથે ઈતિહાસ પણ રચ્યો છે. ભારતીય ટીમ હવે વનડેમાં પણ નંબર-1 ટીમ બની ગઈ છે અને હાલમાં ટીમ ઈન્ડિયા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર વન છે. ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવતાની સાથે જ પાકિસ્તાનને નંબર-1ના સ્થાન પરથી હટાવી દીધું છે.
ICC રેન્કિંગ
શુક્રવારે મોહાલીમાં રમાયેલી ODI મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડ કપ પહેલા આયોજિત આ 3 મેચની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયા હવે 1-0થી આગળ છે. એશિયા કપ પછી જ ભારત નંબર-1 બનવું સ્પષ્ટ થઈ ગયું, આ મેચમાં માત્ર વિજયની રાહ જોવાઈ રહી હતી.
🇮🇳 Numero Uno in Test, ODI, and T20I cricket.
Heartiest congratulations to #TeamIndia for achieving this historic milestone. The rankings reflect the hard work put in by this team as they chase excellence on the field. This is fantastic achievement just ahead of the World Cup.… pic.twitter.com/wR4JDlqBJy
— Jay Shah (@JayShah) September 22, 2023
ત્રણેય ફોર્મેટમાં ભારતનું ગૌરવ
જો તમામ ફોર્મેટની વાત કરીએ તો હાલમાં ભારત 264 રેટિંગ સાથે T-20માં નંબર-1 પર છે જ્યારે ઈંગ્લેન્ડ 261 રેટિંગ સાથે નંબર-2 પર છે. જ્યાં ટેસ્ટમાં ભારત 118 રેટિંગ સાથે નંબર-1 પર છે, ઓસ્ટ્રેલિયાના પણ એટલા જ પોઈન્ટ છે પરંતુ તે બીજા નંબર પર છે. હવે વારો ODIનો હતો, અગાઉ પાકિસ્તાન અહીં નંબર-1 પર હતું પરંતુ એશિયા કપમાં તેની કારમી હાર બાદ તેનું હટવું નિશ્ચિત હતું. ટીમ ઈન્ડિયાએ પહેલા એશિયા કપ જીત્યો અને પછી મોહાલી વનડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. આ સ્થિતિમાં તેના 116 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે પાકિસ્તાનના 115 રેટિંગ પોઈન્ટ છે. વર્લ્ડકપની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાએ એક નવો માઈલસ્ટોન હાંસલ કરી લીધો છે.