ઈન્ડસઈન્ડના શેર્સમાં કડાકાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઇન્ડસઇન્ડ બેંકનું સંકટ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. આ વર્ષે મે મહિનામાં સામે આવેલા ₹1959.98 કરોડના છેતરપિંડીના કેસમાં હવે બેંકની ફરીથી તપાસ શરૂ થઈ છે. ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય (જઋઈંઘ) દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી છે, જેના કારણે રોકાણકારોમાં ફરી ચિંતાનો માહોલ છે. આ સમાચાર બાદ શેર પર તેની શું અસર થશે તેના પર સૌની નજર છે, કારણ કે જ્યારે આ કૌભાંડ પહેલીવાર સામે આવ્યું હતું ત્યારે બેંકના શેરમાં ભારે કડાકો બોલી ગયો હતો.
બેંકે બુધવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ તપાસની જાણકારી આપી હતી. આ તપાસ એ જ મુદ્દાઓ સાથે સંબંધિત છે જે બેંકે અગાઉ જાહેર કર્યા હતા. તેમાં ઇન્ટરનલ ડેરિવેટિવ્ઝ ટ્રેડનું એકાઉન્ટિંગ, અન્ય અસ્કયામતો અને જવાબદારીઓ હેઠળ દર્શાવવામાં આવેલ અસ્પષ્ટ બેલેન્સ, અને બેંકના માઇક્રોફાઇનાન્સ બિઝનેસમાંથી મળતી વ્યાજ અને ફીની આવકમાં રહેલી ખામીઓનો સમાવેશ થાય છે.
આ તપાસ કંપની એક્ટ, 2013ની કલમ 212 હેઠળ કરવામાં આવી રહી છે, જે કેન્દ્ર સરકારને કોર્પોરેટ છેતરપિંડીના ગંભીર અને જટિલ કેસો જઋઈંઘને સોંપવાની સત્તા આપે છે. બેંકે જણાવ્યું કે તેને 23 ડિસેમ્બર, 2025ના રોજ જઋઈંઘ તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તપાસ સંબંધિત માહિતી અને દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા.
શેર પર શું થશે અસર? ભૂતકાળમાં 60%નો કડાકો નોંધાયો હતો
જ્યારે ઇન્ડસઇન્ડ બેંકમાં છેતરપિંડીનો આ મામલો પહેલીવાર સામે આવ્યો હતો, ત્યારે તેના શેરમાં સુનામી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને રોકાણકારોના અબજો રૂપિયા ડૂબી ગયા હતા. ફેબ્રુઆરીમાં આ શેર ₹1086ની 52-સપ્તાહની ઊંચી સપાટીએ હતો, પરંતુ કૌભાંડના સમાચાર આવતા જ તે 60% જેટલો તૂટીને ₹606ના સ્તરે આવી ગયો હતો. હવે ફરીથી શરૂ થયેલી આ તપાસની અસર બેંકના શેર પર જોવા મળી શકે છે. બુધવારે, શેરબજારમાં સામાન્ય કારોબાર વચ્ચે ઇન્ડસઇન્ડ બેંકનો શેર ₹848.90 પર બંધ થયો હતો.
- Advertisement -
આ વર્ષની શરૂઆતમાં થયો હતો ખુલાસો
જઋઈંઘની આ તપાસ આ વર્ષે 2025ની શરૂઆતમાં સામે આવેલી ગંભીર એકાઉન્ટિંગ સંબંધિત ચિંતાઓને પગલે શરૂ થઈ છે. એપ્રિલ મહિનામાં, બેંકના બાહ્ય ઓડિટરે ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં અનિયમિતતાઓને કારણે 31 માર્ચ, 2025 સુધીના પ્રોફિટ એન્ડ લોસ ખાતા પર ₹1959.98 કરોડની ગેરરીતિનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત, અન્ય એક બાહ્ય એજન્સીના રિપોર્ટમાં ડેરિવેટિવ્ઝના વ્યવહારોમાં થયેલી ભૂલોને કારણે બેંકની સંપત્તિ પર ₹1979 કરોડની નકારાત્મક અસરનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.



