દિવસે ઘરેણાની બજાર હોય છે અને સાંજ પડતા ફૂડ માર્કેટમાં પરિવર્તિત થઈ જાય છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઈન્દોરની શરાફા બજાર દિવસે ઘરેણાંની બજાર છે. સાંજ પડતાં ફૂડ માર્કેટમાં ફેરવાઈ જાય છે. હોલકર વંશના રજવાડા પેલેસની બિલકુલ પાછળ આવેલી આ બજારમાં સ્વાદના શોખીનોનું કીડીયારૂ ઉભરાય છે.
100 વર્ષ પહેલાં અહીં માત્ર ઘરેણાંની બજાર હતી. એ અરસામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવું કઠિન હતું અને ઝાઝો સમય લઈ લેનારું હતું, આથી વેપારીઓએ અહીં જ ખાણી-પીણીની દુકાનો શરૂ કરવાનું નક્કી કર્યું જેથી ખરીદી કરવા આવતા ગ્રાહકોને આમથી તેમ ભટકવું પડે નહીં.
- Advertisement -
પરિણામે ત્યાં ઘરેણાં બજારની પેરેલલ એક જબરદસ્ત ફૂડ માર્કેટ પણ ઊભી થઈ ગઈ.
આમ તો અહીં સેંકડો આઈટમ્સ મળે છે કિંતુ પૌઆ, જલેબી, સાબુદાણા ખીચડી, ભુટેકી કીસ, ગરાડુ, માલપુઆ, ખોપરા પેટિસ, રતાલુ, આઈસ્ક્રીમ વિથ શિખંડ, જલેબા, દસ પ્રકારના પાણીનું વૈવિધ્ય ધરાવતી પાણીપુરી, ઈન્દોરી શિકંજી, કાંજીવડા, પેઠાપાન, ચાટ, ગુલાબજાંબુ, રબડી અને કલાકંદ ફેમસ છે.