મંદિર ઘટનામાં અત્યાર સુધી 35 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે બની જ્યારે રામનવમી પર ભગવાન શ્રીરામના જન્મના થોડા સમય પહેલા આરતીની તૈયારી થઈ રહી હતી.
ઈન્દોર મંદિરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી હતી. ભગવાનના જન્મના થોડા સમય પહેલા મંદિરમાં આરતીની તૈયારી થઈ રહી હતી. અચાનક કૂવાની છત ધસી પડી હતી. આ ઘટનામાં ખરાબ રીતે ઘાયલ થયેલા બેલેશ્વર મંદિરના પુજારી લક્ષ્મીનારાયણ શર્માએ જણાવ્યું કે, “મારી આંખોની સામે જેટલા લોકો હતા તે બધા કૂવાની છત ધસી પડવાના કારણે નીચે પડ્યા. મેં પોતાની આંખોથી મોતનું તાંડવ જોયું. મેં જોયું કે કેવી રીતે લોકો તડપી રહ્યા છે. મૃતદેહો તરી રહ્યા છે.”
- Advertisement -
Stepwell collapse at Indore temple | Death toll rises to 35
18 people were admitted to the hospital, out of which 2 people have been discharged. 35 people died. One person is still missing. Army, NDRF & SDRF teams are conducting search & rescue operation: Indore Collector Dr… pic.twitter.com/3Ff6VzAkXs
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 31, 2023
- Advertisement -
તેમણે જણાવ્યું કે તે 2008થી આ મંદિરમાં પૂજા કરી રહ્યા છે. પોતાના જીવનમાં આ રીતે ભયાનક દુર્ઘટના તેમણે ક્યારેય નથી જોઈ. ફ્લોર ખસવાથી તે પોતે પણ નીચે પડ્યા હતા. પરંતુ તેમને તરતા આવડતું હતું. જેના કારણે તે ઉપર આવી ગયા. પરંતુ ત્યાં પાસે ઘણા મૃતદેહ તરી રહ્યા હતા. પુજારીએ જણાવ્યું કે મંદિરમાં હવન હંમેશા બહાર થાય છે. પરંતુ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. માટે આ વખતે હવન અંદર રાખવામાં આવ્યું હતું.
35 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
જણાવી દઈએ કે આ ઘટનામાં અત્યાર સુધી 35 લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવી ચુક્યા છે. ત્યાં જ 18 લોકોને જીવતા કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. ઈન્દૌર કલેક્ટરના જણાવ્યા અનુસાર 18 કલાકથી જૂના ઈન્દોર વિસ્તારમાં સ્થિત બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
Indore temple stepwell collapse: Death toll rises to 18; search for missing persons on
Read @ANI Story | https://t.co/4702Tv1IDM#Indore #Temple #Stepwellcollapse pic.twitter.com/XrydY8FJsE
— ANI Digital (@ani_digital) March 31, 2023
કલેક્ટરે જણાવ્યું કે ઘટનામાં ગંભીરતાને જોતા મજીસ્ટ્રેટિવલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમાં ઘટનાના કારણની જાણકારી મેળવવાની સાથે સરકારી એજન્સીઓની ભુમિકા પણ જોવામાં આવશે. તેમણે જણાવ્યું કે તપાસમાં જાણકારી મેળવવામાં આવશે કે કાર્યવાહીમાં કયા કયા અધિકારીઓ કે કર્મચારીઓએ બેદરકારી કરી છે. તેમણે જણાવ્યું કે ઘટનાના 15 મિનિટની અંદર જ રાહત ટીમ પહોંચી ગઈ હતી. ત્યાં જ જે દોરી તૂટવાનો મહિલાનો વીડિયો છે તે રેસ્ક્યૂ ટીમ પહોંચવાની બાદનો છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર આ રેસ્ક્યૂ ઓપરેશનમાં 40 લોકોની ટીમ લાગેલી છે. તેમાં 15 એનડીઆરએફ, 50 એસડીઆરએફ, 75 આર્મીના જવાન શામેલ છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 18 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેમાં 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાં જ 2 લોકો મિસિંગ છે.
Stepwell collapse at Indore temple | The death toll has risen to 18. An army team has arrived from Mhow and is carrying out the search and rescue operation along with NDRF and SDRF: Makrand Deoskar, Police Commissioner, Indore pic.twitter.com/1xkWsTqZZC
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 30, 2023
રેસ્ક્યૂ માટે બોલાવવી પડી સેના
લાંબો સમય રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યા હાદ પણ જ્યારે કોઈ ખાસ લાભ ન થયો તો સેના બોલાવવી પડી. ત્યાર બાદ પાંચ કલાકની અંદર 21 મૃતદેહને બગાર કાઢી લેવામાં આવી શકે છે. ત્યાં જ અત્યાર સુધી કુલ 35 મૃતદેહને કાઢી લેવામાં આવી ચુક્યા છે.
મૃતકો માટે વળતરની જાહેરાત
ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કલેક્ટર સાથે વાત કરી સ્થિતિની જાણકારી લીધી. ત્યાર બાદ તેમણે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયા વળતરની જાહેરાત કરી છે. સાથે જ ઘાયલોની સારવાનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે પણ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવીની જાહેરાત કરી છે.