ઈન્ડોનેશિયામાં સોમવારે 5 વખત ધરા ધ્રુજી હતી જેમાંથી એક ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હતી અને તેનું કેન્દ્ર જમીનની 12 કિલોમીટર અંદર હતું.
ઈન્ડોનેશિયામાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જણાવી દઈએ કે યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ઈન્ડોનેશિયામાં સોમવારે આવેલ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હતી અને તેનું કેન્દ્ર જમીનની 12 કિલોમીટર અંદર હતું.
- Advertisement -
આ મહિનાની શરૂઆતમાં પણ આવ્યો હતો ભૂકંપ
મળતી જાણકારી અનુસાર આ ભૂકંપ ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં ત્યાંના સ્થાનિક સમય અનુસાર સવારે 1.26 વાગ્યે આવ્યો હતો. નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં પણ ઇન્ડોનેશિયાના પાપુઆમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા. જણાવી દઈએ કે એ ચાર લોકો દરિયામાં બોટ પર બનેલી રેસ્ટોરન્ટમાં હતા અને એ જ સમયે ભૂકંપનો આંચકો આવ્યો હતો અને એ બોટ પર બેનલ રેસ્ટોરન્ટ દરિયામાં ડૂબી જવાને કારણે ચાર લોકોના મોત થયા હતા.
ઈન્ડોનેશિયામાં સોમવારે 5 વખત ધરા ધ્રુજી
ઈન્ડોનેશિયાના સુલાવેસીમાં સોમવારે ભૂકંપના 1 કલાકની અંદર 5 ધરા ધ્રુજી હતી. જો કે એ ભૂકંપના ઝાટકાની તીવ્રતા 3.1 થી 4.5 સુધીની હતી અને આ આંચકાનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર અંદર હતું. અચાનક ભૂંકપ આવતાની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સાથે જ લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
તુર્કી-સીરિયામાં ભૂકંપના કારણે તબાહી મચી હતી
આપણએ બધા જાણીએ છીએ કે 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યાં આવેલ એ ભૂકંપ ખૂબ જ જોરદાર હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 હતી. સાથે જ ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું જે સીરિયા અને તુર્કીની સરહદ પર આવેલ છે. આવી સ્થિતિમાં ભૂકંપના કારણે બંને દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી.
- Advertisement -