ઇન્ડિગો સમાચાર આજે: બેંગલુરુ અને ગોવા સહિતના મુખ્ય એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરવાનું ચાલુ છે, જેનાથી હજારો મુસાફરોને અસર થઈ છે. એરલાઇનના સીઇઓએ માફી માંગી હોવા છતાં અને કામગીરી સ્થિર હોવાનું જણાવ્યું હતું, સરકારે સ્થિરતા સુનિશ્ચિત કરવા અને વધુ વિક્ષેપોને રોકવા માટે ઇન્ડિગોના ફ્લાઇટ શેડ્યૂલમાં 10 ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. આ પગલાનો હેતુ ફ્લાઇટમાં ચાલી રહેલી અરાજકતાને દૂર કરવાનો છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ સંચાલનમાં અવ્યવસ્થા બુધવારે (10 ડિસેમ્બર) પણ યથાવત રહી છે. શનિવાર બાદ આજે પણ ઇન્ડિગો એરલાઇન્સની મોટા ભાગની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
- Advertisement -
ઇન્ડિગોની 23 ફ્લાઇટ કેન્સલ
આજે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની અમદાવાદથી જતી કુલ 23 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. કેન્સલ થયેલી ફ્લાઇટની યાદી નીચે મુજબ છે:
મુંબઈ- 5112, 5192, 6794, 803, 5125, 2046
- Advertisement -
દિલ્હી- 2209, 6731, 6094, 2491
બેંગ્લોર- 996, 6546, 823, 6422
ચેન્નઈ- 679
હૈદરાબાદ- 6928
તિરુવનંતપુરમ- 6237
લખનૌ- 935
અજમેર- 7401
ગુવાહાટી- 6441
કોલકાતા- 966
પુણે- 699
ગોવા- 6418
જોકે, ઇન્ડિગોની આજે રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી કુલ 40 ફ્લાઇટ ઓપરેટ થઈ હતી, જેમાં 20 અરાઇવલ અને 20 ડિપાર્ચર ફ્લાઇટનો સમાવેશ થાય છે.
અન્ય એરલાઇન્સની આકાસા એરની અંદામાન અને નિકોબારથી આવતી QP 1926 નંબરની ફ્લાઇટ ડીલે થઈ હતી. જ્યારે એર ઇન્ડિયાની ગેટવિકની AI 160 ની ફ્લાઇટ ડીલે થઈ હતી. આ સિવાય જઝીરા એરવેયઝની કુવૈત સિટીની J9 406 ની ફલાઇટ ડીલે થઈ હતી. અમદાવાદથી જતી ફ્લાઇટમાં અકાસા એરની QP 1332 ફ્લાઇટ ડીલે થઈ હતી અને સ્પાઇસજેટની દુબઇ જતી SG 015 ની ફલાઇટ પણ ડીલે થઈ હતી.




