એર ઈન્ડિયામાં નોકરીની સ્પર્ધાને કારણે શનિવારે ઈન્ડિગોની અડધાથી વધુ ફ્લાઈટ્સ મોડી પડી
ખાસ-ખબર સંવાદદાતા
એર ઈન્ડિયા જે એક સમયે સરકારી એરલાઈન્સ હતી તે લેટ-લતીફ અને ખરાબ સર્વિસીસ માટે જાણીતી હતી. હવે તે લગભગ 70 વર્ષના અંતરાલ ફરી ટાટા ગ્રુપના હાથમાં પાછી આવી ગઇ છે અને ત્યારથી કંપનીની સર્વિસીસમાં સતત સુધારો થઈ રહ્યો છે. કંપનીની બદલાતી છબીની અસર ગયા અઠવાડિયે એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીઝ પર સ્પષ્ટપણે જોવા મળી હતી. એર ઈન્ડિયામાં નોકરીની સ્પર્ધાને કારણે શનિવારે ઈન્ડિગોની અડધાથી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. વાત એમ છે કે ઈન્ડિગોના મોટાભાગના કર્મચારીઓ અચાનક માંદગીની રજા પર ઉતરી ગયા હતા, જેના કારણે એરલાઈન્સની લગભગ 55 ટકા ફ્લાઈટ્સ મોડી પડી હતી. નાગરિક ઉડ્ડયન ડેટા અનુસાર 02 જુલાઈના રોજ ઈન્ડિગોની 900થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો દરરોજ લગભગ 1600 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. એરલાઇન ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે આ અચાનક વિક્ષેપનું કારણ એર ઇન્ડિયામાં ચાલી રહેલી ભરતી છે. એર ઈન્ડિયામાં અનેક કેન્દ્રો પર વિવિધ પોસ્ટ માટે ઈન્ટરવ્યુ યોજાઈ રહ્યા છે.
- Advertisement -
એર ઈન્ડિયાની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો
આપને જણાવી દઈએ કે લગભગ 69 વર્ષ સુધી સરકારના નિયંત્રણમાં રહ્યા બાદ એર ઈન્ડિયા ફરી ટાટા પાસે ગઈ છે. તાજેતરમાં એર ઈન્ડિયાએ જભજ્ઞજ્ઞનિાં ભૂતપૂર્વ ઈઊઘ, કેમ્પબેલ વિલ્સનને હાયર કર્યા છે, જે સિંગાપોર એરલાઈન્સની સસ્તી ઉડ્ડયન સર્વિસીસ છે. તેમની નિમણૂક બાદથી એર ઈન્ડિયામાં ભરતીની પ્રક્રિયા ઝડપી બની છે.