ફ્લાઇટ 6E1234 તરીકે કાર્યરત એરબસે, જેમાં 228 મુસાફરો અને છ ક્રૂ સભ્યો સવાર હતા, મંગળવારે સવારે 6:30 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.
કુવૈતથી હૈદ્રાબાદ જઈ રહેલી ઈન્ડીગોની ફલાઈટમાં માનવ બોમ્બની ધમકી મળતા ફલાઈટને મુંબઈ ડાઈવર્ટ કરીને મુંબઈમાં એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવવી પડી હતી.
- Advertisement -
આ ધમકી દિલ્હી એરપોર્ટ પર એક ઈ-મેઈલથી અપાઈ હતી. અધિકારીઓએ આ ધમકીને ગંભીર માની અને ફલાઈટનું મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું અને ત્યાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરાઈ હતી. અધિકારીઓ મામલા પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છે.
ઈન્ડીગોની ફલાઈટમાં માનવ બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ હડકંપ મચી ગયો હતો. જેવી આ ફલાઈટે ઉડાન ભરી તો માનવ બોમ્બ હોવાની ધમકી મળતા ફલાઈટને ડાઈવર્ટ કરવામાં આવી હતી.
ફલાઈટનું સુરક્ષિત લેન્ડીંગ થયું હતું. કોઈ જાનહાનીના ખબર નથી અને વિમાનની સુરક્ષા તપાસ હાથ ધરાઈ છે.




