મહાકાય વીજ પોલમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
રાજ્યમાં અનેક જગ્યાએ પુલ, રસ્તા સહીતના અનેક બાંધકામોમાં નબળી કામગીરી અને ભ્રસ્ટાચાર થતા હોવાની રજૂઆતો થાય છે ત્યારે હવે લો બોલો પુલના કામોમાંતો ભ્રષ્ટાચારનાં આક્ષેપો થાયછે પરંતુ હવેતો વીજ પોલના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયાનાં આક્ષેપો સામે આવ્યા છે.
- Advertisement -
માંગરોળ તાલુકાના નાદરખી ગામે 66 કેવી ની લાઇન પસાર થાય છે અને અહીં નવી લાઇન નાંખવાની કામગીરી શરૂ છે જ્યાં નાદરખી ગામે એક મકાનની બાજુમાં આ લાઇન પસાર થાય છે જેથી આ લાઇનના થાંભલા ઉભા કરતાં થાભલાનુ ફાઉન્ડેશન ફાટી જતા આ થાભલો પડવાનાં ડરથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને આ બાબતે તપાસ આવતાં આ પોલનું ફાઉન્ડેશન ફરીથી નિયમ મુજબ બાંધવા અધિકારી દ્વારા સુચના આપી છે જેથી અહીં સાબીત થાય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ નબળી ગુણવત્તાનું કરાયું હતું.
હાલતો અહીં ખબર પડતાં ફરીવાર કામગીરી હાથ ધરી છે પરંતુ આ બાબતે બીજાપણ પોલ જ્યાં ઉભા કરવામાં આવ્યા ત્યાં તપાસ કરવામાં આવે તો જરૂર લાખોનો ભ્રષ્ટાચાર સામે આવે તેવીપણ શક્યતા સેવાઇ રહી છે જ્યારે પોલના ફાઉન્ડેશનનુ કામ નબળું થયાનાં આક્ષેપો સાથે આજુબાજુ વાડી વિસ્તારના લોકોએ હોબાળો મચાવતા આખરે ફરીવાર નવેસરથી કામ કરવાની અધિકારીએ ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો પરંતુ આ કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની આશંકા છે જેથી ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.