યુઝી ચહલની શાનદાર બોલિંગ અને દિપક હુડાની જોરદાર બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામેની મેચ જીતી લીધી હતી. કેપ્ટન તરીકેની પહેલી જ મેચમાં હાર્દિક પંડયા ટોસ અને મેચ બંને જીત્યો હતો.
- Advertisement -
IND vs IRE T20 સિરીઝની પહેલી મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. હાર્દિક પંડયાની કેપ્ટન્સી હેઠળની પહેલી જ મેચમાં ભારતનાં સ્ટાર ક્રિકેટર્સ ચમક્યા હતા અને ટીમને વિજય અપાવ્યો હતો.
બે મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે આયર્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. વરસાદના કારણે લગભગ અઢી કલાક બાદ મેચ શરૂ થઈ હતી. અમ્પાયરોએ ઓવરો કાપીને મેચ 12-12 ઓવરની કરી હતી.
આખરે ભારતીય કપ્તાને જીત્યો ટોસ
હાર્દિક પંડયાએ આજની મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લી પાંચ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં સાઉથ આફ્રિકા સામે કેપ્ટન રિષભ પંત ટોસ હર્યો હતો. પણ હાર્દિક અહીં નસીબદાસ સાબિત થયો હતો. હાર્દિક ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન તરીકેની પહેલી જ મેચમાં ટોસ જીત્યો હતો. અને ટીમને પણ જીત અપાવી હતી.
- Advertisement -
વરસાદનાં વિધ્ન વચ્ચે 12 ઓવરની મેચ
પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 12 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા હતા. હેરી ટેક્ટરે શાનદાર બેટિંગ કરતા અણનમ 64 રન બનાવ્યા હતા.
જવાબમાં ભારતીય ટીમે 9.2 ઓવરમાં ત્રણ વિકેટે 111 રન બનાવીને મેચ જીતી લીધી હતી. દીપક હુડા 29 બોલમાં 47 રન અને દિનેશ કાર્તિક 4 બોલમાં 5 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સિરીઝની આગામી મેચ મંગળવારે રમાશે.
સ્પિનર યુઝવેન્દ્ર ચહલને તેનાં શાનદાર સ્પેલ દરમિયાન માત્ર 11 રન આપીને એક વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો ઍવોર્ડ આપવામાં આવ્યો હતો.
India skipper Hardik Pandya backs Umran Malik after 1st T20I against Ireland
Read @ANI Story | https://t.co/NCJmmFf6YE
#IrevsInd #HardikPandya #UmranMalik pic.twitter.com/jQQ53viDsZ
— ANI Digital (@ani_digital) June 27, 2022