ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના દરેક કાર્યકરને શુભેચ્છા પાઠવતા રાજુ ધ્રુવ
સ્થાપકો શ્યામાપ્રસાદ મુખર્જી, પં.દીનદયાળ ઉપાધ્યાયથી લઈ અટલજી-આડવાણીજીની એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રની વિચારધારાને આગળ વધારી રહેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહ : રાજુ ધ્રુવ
- Advertisement -
3માંથી 303 બેઠકોએ પહોચેલો ભાજપ મોદીના નેતૃત્વમાં 400 બેઠકો જીતીને કરોડો ભારતીયોના સપનાને સંકલ્પબદ્ધ રીતે પૂર્ણ કરશે : રાજુ ધ્રુવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
આગામી 6 એપ્રિલના રોજ ભાજપનો 44(74)મો સ્થાપના દિવસ છે. ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે પક્ષની અખંડ એકતા યાત્રામાં પ્રદાન આપનારા નાના મોટા તમામ કાર્યકરો અને માર્ગદર્શકોને અભિનંદન સાથે શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું છે કે, 6 એપ્રિલ,1980 (21મી ઓક્ટોબર 1951 ભારતીય જનસંઘ)ના રોજ સ્થપાયેલાં ભારતીય જનતા પક્ષને 44 (જનસંઘ-ભાજપના સંયુક્ત 74) વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. સક્ષમ નેતૃત્વ અને સમર્પિત કાર્યકર્તાઓના સંકલ્પબળ દ્વારા વિચાર, વિકાસ અને વિશ્વાસ થકી ભાજપે આજે ભારતને વૈશ્વિક સ્તર પર સન્માન સાથે વધુ મજબૂત સ્થાન અપાવ્યું છે.
- Advertisement -
સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસના શાસન દરમિયાન હિન્દુત્વ વિરોધી માનસિકતા ઊભી કરવાના અત્યંત બદઈરાદાભર્યા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આવા સમયે જનસંઘ-ભાજપનાં સૂર્યોદયથી દેશની એકતા, અખંડિતા, રાષ્ટ્રવાદ અને લોકશાહીને નવજીવન મળી શક્યું. ઈ.સ. 1952ની સામાન્ય ચૂંટણીમાં લોકસભાની માત્ર ત્રણ બેઠકો મેળવનાર જનસંઘ 1962 સુધીમાં દેશનો પ્રમુખ રાજકીય પક્ષ બની ગયો હતો. ઈ.સ. 1968માં પંડિત દિનદયાળજીનાં નિધન બાદ અટલ બિહારી વાજપાઈજીએ જનસંઘની કમાન સંભાળી. પોતાના આગવા અંદાજ અને અનુભવને આધારે અડવાણીજી અને પાર્ટી કાર્યકરોએ દેશમાં કટોકટી લાદીને લોકશાહીની હત્યા કરનાર ઇન્દિરા ગાંધીની સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થાનો પ્રચંડ વિરોધ કર્યો, જેના પરિણામે કોંગ્રેસની કપરી હાર થઈ. મોરારજી દેસાઈ પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન અને અટલ બિહારી વાજપાઈ વિદેશમંત્રી બન્યા હતા. થોડા વર્ષો બાદ જનસંઘના કાર્યકરોએ ‘ભાજપ’ એટલે કે ભારતીય જનતા પક્ષની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ કરી. 44 (74)વર્ષ બાદ આજે ભાજપ રાષ્ટ્રવાદી વિચારધારા, સુરાજ્ય શાસનપદ્ધતિ અને પરંપરાગત મૂલ્યોની જાળવણી કરનાર વિશ્વનો સૌથી મોટો રાજનૈતિક પક્ષ બની ગયો છે. 3માંથી 300બેઠકોએ પહોચેલી ભાજપ હવે 400 બેઠકો જીતીને કરોડો ભારતીયોના સપનાને સંકલ્પબદ્ધ રીતે પૂર્ણ કરશે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે, દરેક ધર્મ, સંપ્રદાય અને સમાજ માટે સમભાવ તેમજ રાષ્ટ્ર માટે સેવાભાવ રાખનાર ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર હોવાનું ગૌરવ એ દેશહિત માટે જીવન સમર્પિત કરવાનું ગૌરવ છે. ભાજપની પંચનિષ્ઠાઓ – સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ,લોકતંત્ર, એકાત્મ માનવદર્શન, સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારિત રાજનીતિએ ભારતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરનો વિશ્વને પરિચય આપ્યો છે. દેશની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વ હેઠળ મજબૂત અને સ્થિર શાસન દ્વારા સ્થપાયેલું શાંતિ અને સુરાજ્યનું વાતાવરણ એ ભારતીય જનતા પક્ષના સુશાસનનું પરિણામ છે. કોંગ્રેસના શાસનમાં દેશ વૈશ્વિક કક્ષાએ દરેક ક્ષેત્રમાં પાછળને પાછળ ધકેલાઈ રહ્યો હતો ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના દીર્ઘદ્રષ્ટિ ભરી આગેવાનીમાં ભાજપનાં સામાન્ય કાર્યકરોએ દેશની ધૂરા સંભાળીને વિશ્વભરમાં ભારતને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે.
આજે ભારત ભાજપ માટે આરાધ્યદેવ અને દેશ માટે ભાજપ એક મહત્વનું ચાલકબળ બની ગયા છે.એ સમયથી શરૂ થયેલી આ યાત્રા તારીખ 6 એપ્રિલ, 1980ના રોજ એવા પડાવ પર પહોંચી, જે ભારતનું ભવિષ્ય બદલાવનારો પૂરવાર થવાનો હતો. દેશ ના સોનેરી ભવિષ્ય ની મંગલ સ્થાપના થઈ, ભારતીય જનતા પાર્ટીની જેના સ્થાપક અધ્યક્ષ તરીકે અટલ બિહારી વાજપેયી ચૂંટાયા. અડવાણીજી, સિકંદર બખ્ત અને સૂરજભાણની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી. મુંબઈના બાન્દ્રા પાસે28 ડિસેમ્બર, 1980ના રોજ જસ્ટિસ મહમદ કરીમ ચાગલાં ની વિશેષ ઉપસ્થિતિ માં ભાજપનું પ્રથમ અધિવેશન યોજાયું હતું. દેશના એકમાત્ર રાષ્ટ્રવાદી રાજકીય પક્ષ તરીકે ખ્યાતિપ્રાપ્ત જનસંઘના દેશહિત વિચારધારા ધરાવનારા કાર્યકર્તાઓએ ભાજપની જવાબદારી પોતાના ખભા ઉપર ઊંચકી લીધી.