ખાસ-ખબર સંવાદદાતા
બંગાળમાં બર્દવાન જિલ્લામાંમાં એક અનામી રેલ્વે સ્ટેશન છે. બર્દવાન શહેરથી લગભગ 35 કિલોમીટર દૂર એક ગામ છે રાયના. 2008માં અહીં એક નવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું, પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે ત્યારથી આ સ્ટેશનનું નામ આપવામાં આવ્યું નથી. આ કારણસર, તે ભારતના હજારો સ્ટેશનોનું એકમાત્ર સ્ટેશન છે જેનું નામ નથી. અનામી સ્ટેશનના નામ ના હોવાનું કારણ રાયના અને રાયનગર ગામોના લોકો વચ્ચેના મતભેદનો છે.
આ વિવાદને કારણે સ્ટેશનનું નામ આપવામાં આવ્યું ન હતું. આ સ્ટેશન પર બાંકુરા-મસાગ્રામ ટ્રેન દિવસમાં 6 વખત આવે છે. સ્ટેશન પર પહેલી વાર આવે તેવા કોઈપણ મુસાફરને ખૂબ આશ્ર્ચર્ય થાય છે કારણ કે તે સમજી શકતો નથી કે સ્ટેશનનું નામ શું છે.